તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે કંટ્રોલરૂમ ૨૪X૭ કાર્યરત

Contact News Publisher

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) ૦૮: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી તા.૧૧/૦૭/૨૦૨૨ સુધી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જે અન્વયે તાપી જિલ્લામાં વધુ વરસાદને કારણે કોઇ નુકશાન ન થાય તે માટે જરૂરી તકેદારીઓ રાખવા તથા તાલુકા કક્ષાએ જવાબદાર અધિકારી/કર્મચારીને ફરજો સોંપી તમામ ફ્લ્ડ કંટ્રોલરૂમ ૨૪*૭ કલાક કાર્યરત રાખવા તથા જિલ્લાના સતત સંપર્કમાં રહેવા નિવાસી અધિક કલેક્ટર તાપી દ્વારા સુચનો આપવામાં આવ્યા છે.
તાપી જિલ્લામાં તમામ તાલુકાના કંટ્રોલ રૂમ ૨૪*૭ કલાક કાર્યરત કરવામાં આવ્યા છે. જે આ મુજબ છે: તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો ટોલ ફ્રી નં-૧૦૭૭ અને ફોન નંબર ૦૨૬૨૬-૨૨૩૩૩૨ છે. મામલતદાર કચેરી વ્યારા ૦૨૬૨૬-૨૨૪૦૧૨, મામલતદાર કચેરી ડોલવણ- ૦૨૬૨૬-૨૫૧૦૧૨, મામલતદાર કચેરી વાલોડ- ૦૨૬૨૫-૨૨૦૦૨૧, મામલતદાર કચેરી સોનગઢ- ૦૨૬૨૪-૨૨૨૦૨૩, મામલતદાર કચેરી ઉચ્છલ- ૦૨૬૨૮-૨૩૧૧૦૫, મામલતદાર કચેરી નિઝર- ૦૨૬૨૮-૨૪૪૨૨૩, મામલતદાર કચેરી કુકરમુંડા- ૦૨૬૨૮-૨૨૩૩૨૪ ઉપર સંપર્ક કરવો.
આ ઉપરાંત કોઇ પણ આકસ્મિક પરિસ્થિતીઓનું નિર્માણ થાય તેવા સમયે તાત્લાકિક પહોંચી વળવા માટેના આગોતરા પગલાઓ લેવા તેમજ તમામ અધિકારીશ્રીઓએ પૂર્વ પરવાનગી વગર હેડક્વાર્ટર ન છોડવા વહિવટી તંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાપી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *