તાપીના વિવિધ ગામોમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન
તાપી જિલ્લામાં ૬ થી ૧૯ જુલાઈ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન
………………
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા. ૦૭ : ગુજરાતમાં બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે સરકરાશ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તાપી જીલ્લામાં ૫ જુલાઇ, ૨૦૨૨ થી ૧૯ જુલાઇ, ૨૦૨૨ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ રથ વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ૧૫ દિવસ ચાલનારા આ કાર્યક્રમ હેઠળ વંદે ગુજરાત વિકાસ રથ અંતર્ગત ૬ જુલાઈ, ૨૦૨૨ થી ૧૯ જુલાઈ, ૨૦૨૨ દરમ્યાન તાપી જીલ્લાના ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય તપાસ, કોવિડ રસીકરણ કેમ્પનું આયોજન રથના નક્કી કરેલ રૂટ પ્રમાણે સવારે ૯:૩૦ થી ૧૧:૩૦, સાંજે ૪:૩૦ થી ૬:૩૦ દરમ્યાન યોજાશે.
આ કાર્યક્રમ ૮ જુલાઈથી -રથ નં ૧અંબાચ(સવારે), વાલોડ(સાંજે) રથ નં ર કીકાકુઇ (સવારે), ચોરવાડ(સાંજે) ૯ જુલાઈ – રથ નં ૧: બુહારી(સવારે), અંધાત્રી(સાંજે) રથ નં ૨: ચીમકુવા(સવારે), ગુણસદા(સાંજે) ૧૦ જુલાઈ-રથ નં -૧. બેડારાયપુરા(સવારે), બેડચીત(સાંજે),રથ નં-૨ ભડભુંજા(સવારે) સાંકરદા(સાંજે) ૧૧ જુલાઈ-રથ નં ૧: કરંજખેડ(સવારે), ડોલવણ (સાંજે) રથ નં -૨ માણેકપુર (સવારે), નારણપુર (સાંજે) ૧૨ જુલાઈ-રથ નં- ૧ બરડીપાડા (સવારે), પાટી (સાંજે) રથ નં ર: આમકુટી (સવારે), પાટીબંધારા (સાંજે), ૧3 જુલાઈ રથ નં-૧ ઘાટ (સવારે), જેસીંગપુરા (સાંજે) રથ નં ર. સાયલા (સવારે), રાયગઢ (સાંજે) ૧૪ જુલાઈ – રથ નં-૧. બાલપુર-૩ (સવારે), કાટકુઈ(સાંજે), રથ નં-ર ભીલજાંબોલી (સવારે), વેલદા (સાંજે), ૧૫ જુલાઈ રથ નં ૧ ચાંપાવાડી (સવારે), ચીખલવવા ( સાંજે), રથ નં- ૨ નિઝર (સવારે), સરવાળા(સાંજે), ૧૬ જુલાઈ-રથ નં-૧ ખોતળાવ (સવારે), ઘાટા (સાંજે), રથ નં-ર બેજ(સવારે), ચોખીઆમલી(સાંજે), ૧૭ જુલાઈ-રથ નં-૧પાંચપીપળા (સવારે), ધજાંબા (સાંજે) રૂથ નં -ર કુકરમુંડા (સવારે), સદગવાણ(સાંજે) ૧૮ જુલાઈ-રથ નં-૧ બોરદા (સવારે), ખેરવાડા(સાંજે) ,૧૯ જુલાઈ-રથ નં-૧ ભીમપુરા(સવારે) મોટી ખેરવાણ (સાંજે) આમ, ૧૯ જુલાઈ, ૨૦૨૨ દરમ્યાન તાપી જીલ્લાના ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વંદે ગુજરાત વિકાસ રથના નક્કી કરેલ રૂટમાં આવતાં અલગ અલગ ગામોમાં ફાળવેલ તારીખ અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા રથના મુખ્ય સ્થળે આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રઘાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJKY કાર્ડ) તૈયાર કરવા માટે કેમ્પ, નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય તપાસ, કોવિડ રસીકરણ યોજાશે.તાપી જીલ્લાના તમામ ગામના લોકોને તેમના ગામમાં વિકાસ રથ આવે ત્યારે ઉક્ત તમામ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦