Homoeopathy In Acute Conditions વિષય ઉપર સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર ખાતે સેમિનાર યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર , વ્યારા દ્વારા હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન , ઓફ ઈન્ડિયા , વ્યારા યુનિટના સહયોગથી તા . ૨ જી જુલાઈ ૨૦૨૨ ના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું . સેમિનારના આયોજન કરવામાં આવ્યુ હતું . જેમા મુખ્ય વક્તા તરીકે હોમિયોપેથીક જગતના ખૂબજ પ્રખ્યાત ડૉ . ઘજાનન ઘાનિપકર ( મુંબઈ ) ના એ સેવા આપી . સેમિનારનો વિષય હતો “ Homoeopathy In Acute Conditions ” આ સેમિનારનો કોલેજના વિદ્યાર્થીઓ , શૈક્ષણિક સ્ટાફ અને HMAI , વ્યારા યુનિટના ઘણા તબીબો દ્વારા લાભ લેવાયો . સમગ્ર સેમિનાર વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ખૂબજ પ્રેરણાદાયી રહ્યો હતો . વકતાએ સમગ્ર સેમિનારમાં દર્દીઓની તીવ્ર સ્થિતિમાં તેની હોમિયોપેથીક ઉપચાર પદ્ધતિ પર ભાર મૂકયો હતો . આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન સેમિનાર સમિતિ દ્વારા કોલેજના આચાર્યાશ્રી ડૉ . જ્યોતિબેન રાવ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ .