કાળીદાસ હોસ્પિટલ વ્યારા અને હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન વ્યારા યુનિટ દ્વારા વિના મૂલ્યે જનરલ સારવાર, સર્જીકલને લગતી સારવાર તેમજ સ્ત્રી રોગોની તપાસના કેમ્પનું આયોજન કરાયુ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  વ્યારા ખાતે આવેલી સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સંલગ્ન કાળીદાસ હોસ્પિટલ વ્યારા અને હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન વ્યારા યુનિટ દ્વારા ગરાષ્ટ્રીય ડૉકટર્સ દિવસ તથા સ્વ . વિરલભાઈ પુરોહીતની આઠમી પૂણ્યતિથિ નિમિત્તે તેમજ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આયુષ મંત્રાલય ( ભારત સરકાર ) અને નેશનલ કમીશન ફોર હોમિયોપેથી ( નવી દિલ્હી ) ના માર્ગદર્શન હેઠળ વિના મૂલ્યે જનરલ સારવાર, સર્જીકલને લગતી સારવાર તેમજ સ્ત્રી રોગોની તપાસના કેમ્પનું આયોજન તા .૦૧ / ૦૭ / ર ૦ રર , શુક્રવાર ના રોજ સવારે ૯.૩૦ થી બપોરે ૧૨.૩૦ દરમ્યાન ખેડૂત સહકારી જીન , વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું . આ કેમ્પમાં ખેડૂત સહકારી જીનના મેનેજર – શ્રી સુનિલભાઈ એ . ચૌધરી , કમીટી સભ્ય – શ્રી આસનાભાઈ ચૌધરી ના હસ્તે દીપ પ્રાગ્ટય કરીને જાહેર જનતા માટે કેમ્પનો શુભાંરભ કરવામાં આવ્યો હતો . આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો . આ કેમ્પમાં ફિઝિશિયન – ડૉ.કુણાલ કુમાર , સર્જન- ડૉ . નરેન્દ્રભાઈ દેસાઈ અને ગાયનેકોલોજીસ્ટ- ડૉ . ગીતાબેન દેસાઈ એ સેવા આપી હતી . આ કેમ્પનું સંપૂર્ણ આયોજન માનદ ડીરેકટર ડૉ.અજયભાઈ દેસાઈ તેમજ કોલેજના પ્રિન્સીપાલ ડૉ . જયોતિ રાવ ના માર્ગદર્શન હેઠળ ડૉ . વૈશાલી ચૌધરી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ . આ સમગ્ર કેમ્પની વ્યવસ્થા શ્રી દક્ષેશભાઈ શાહ તથા શ્રી હારીશભાઈ શેખ દ્વારા કરવામાં આવી હતી .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other