તાપી જિલ્લામાં જુના મોબાઇલ લે-વેચ કરતા વેપારીઓએ ફરજીયાત રજીસ્ટર નિભાવવાનુ રહેશે
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૧.તાપી જિલ્લામાં જુના મોબાઇલ લે-વેચ કરતા વેપારીઓએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનાર અને મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારની ઓળખ અંગે પુરૂં નામ, સરનામું ફરજીયાત પણે નોંધી આ અંગે રજીસ્ટર નિભાવવાનું રહેશે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ એક જાહેરનામું બહાર પાડી તાપી જિલ્લામાં જુના મોબાઇલની લે-વેચ કરતા વેપારીઓને નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાની સૂચના આપી છે. જે અનુસાર રજીસ્ટરમાં જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ મોબાઇલની વિગત/કંપની, આઇએમઇઆઇ નંબર, મોબાઇલ વેચનારનું નામ અને સરનામું તથા આઇડી પ્રુફની વિગતો નોંધવાની રહેશે. એ જ રીતે જુનો મોબાઇલ વેચતી વખતે પણ ઉપર મુજબની વિગતો ફરજીયાતપણે નોંધવાની રહેશે. આ હુકમનો અમલ તા. ૨૮/૦૮/૨૦૨૨ અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
૦૦૦૦૦૦૦૦૦