સોનગઢના ચોરવાડ એપ્રોચ રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જાહેરનામું

Contact News Publisher

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) ૩૦: તાપીના સોનગઢ તાલુકાના ચોરવાડ એપ્રોચ રોડને વાઇડનીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગ કરવા ચોરવાડ એપ્રોચ રોડ કીમી ૦/૦ થી ૪/૨૦૦ રોડને બંધ કરી નાગરિકોના અવર જવર તેમજ વાહન વ્યવહાર માટે રોડને ડાયવર્ટ કરી એક વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ રોડ બંધ હોવાથી લોકોને મુશ્કેલી ન પડે તથા જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે લોકહિતમાં તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે તથા વ્યારા તાલુકા ખાતે આવવા-જવા માટે ટ્રાફીક ડાયવર્ઝનના વિકલ્પ તરીકે ગાળકુવા જુનવાણ, ખડકા ચીખલી રોડથી ચીખલી અપ ટુ ખડકા ચીખલી રોડ સોનગઢ ખાતે આવવા જવા માટે, ખરશી, કનાળા રોડ ૪૨૦ કીમીથી ડોસવાડા, બંધારપાડા થી સુરત ધુલીયા રોડ (એન.એચ.૫૩)નો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું તા.૧૩/૦૭/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
000000૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other