પ્રોહીબિશનની XUV 500 કારમાં હેરાફેરી કરતા વિદેશી દારૂ સાથે કુલ રૂ. ૨,૨૭,૪૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીની ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ શ્રી , આર.એમ. વસૈયા , પો.ઈન્સ . લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી – વ્યારા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે સરકારી વાહનમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં નીકળેલા દરમ્યાન આજરોજ તા .૨૫ / ૦૬ / ૨૦૨૨ ના રોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં ચાલુ હતા . તે દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ ઉમેશભાઇને મળેલ ખાનગી બાતમી આધારે મોજે ખાંભલા ગામ મંદીર ફળીયામાં રોડ ઉપર તા.વાલોડથી આરોપીઓ- ( ૧ ) હેમંતકુમાર જયંતિભાઇ ગામીત ઉ.વ .૨૬ રહે.ઇનમા બુટવાડા ગામીત ફળીયુ તા.વાલોડ જી.તાપીનાને પોતાના કબજાની કાળા કલરની XUV 500 કાર રજીસ્ટ્રેશન નંબર GJ – 01 – KR – 2336 ની કિ.રૂ. ૨,૦૦,૦૦૦ / – નીમાં વગર પાસ પરમિટે પોતાના કબ્જામાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની, કંપની સીલબંધ ઇંગ્લીશ દારૂની બોટલો કુલ- ૨૫૦ કુલ કિંમત રૂ. ૨૭,૪૦૦ / – નો પ્રોહી. મુદ્દામાલ મળી કુલ્લે ૨,૨૭,૪૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫ ઇ , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :
શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર , એલ.સી.બી.તાપી તથા અ.હે.કો.ધર્મેશભાઇ ઉમેશભાઇ, અ.હે.કો.ધર્મેશભાઇ મગનભાઇ, અ.પો.કો. રોનકકુમાર સ્ટીવન્સન, અ.પો.કો. કશ્યપભાઇ અમરસીંગ, અ.પો.કો.બ્રીજરાજસિંહ રસીકસિંહએ કામગીરી કરેલ છે.