આહવાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  આહવા ખાતે આઠમા ‘વિશ્વ યોગ દિવસ’ કાર્યક્રમમા પધારેલા મંત્રીશ્રીએ ‘વંદે ગુજરાત પ્રદર્શન’ સહિત આહવાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલની પણ જાત મુલાકાત લીધી હતી.
અહીં નિવાસ સાથે શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને મળી, મંત્રીશ્રીએ ઉપલબ્ધ સુવિધાઓનો તાગ મેળવ્યો હતો. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી, તેમની પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો.
એકલવ્ય સ્કૂલ ખાતે આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી ઘડતર માટેની ઉપયોગી ટિપ્સ આપતા, સમયનો સદઉપયોગ કરવાની પણ શીખ આપી હતી.
ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ સહિત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલની આ મુલાકાત વેળા તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, સામાજિક કાર્યકરો સર્વશ્રી દશરથભાઇ પવાર, ગીરીશભાઈ મોદી, રમેશભાઈ ચૌધરી, પ્રવીણ આહિરે, સૂમનબેન દળવી, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરા, આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આર.એ.કનુજા વિગેરે જોડાયા હતા.
શાળા આચાર્ય સુશ્રી સોનલ મેકવાન તથા વરિષ્ઠ શિક્ષક શ્રી માવજીભાઈ ભોયે તથા તેમની ટિમે, શાળાની પ્રવૃત્તિઓથી મહાનુભાવોને અવગત કરાવ્યા હતા. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ અહીં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ સહિત કેન્ટીન સહિત જુદા જુદા પ્રકલ્પોની પણ મુલાકાત લીધી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other