તાપી : ઉચ્છલ ITIમાં પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

Contact News Publisher

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૨૧: રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલમાં પ્રવેશસત્ર ઓગસ્ટ-૨૦૨૨માં ઓનલાઇન પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૬-૦૬-૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ છે. પ્રવેશ વાંચ્છુક ઉમેદવારોને સંસ્થા ખાતેથી પ્રવેશ સંબંધિત માર્ગદર્શન પુરું પાડવામાં આવશે. તેમજ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂમાં સંપર્ક કરવા મો.નં. ૮૯૮૦૮૭૮૨૨૮ ઉપર સંપર્ક કરવા આચાર્યશ્રી ઔ.તા.સંસ્થા ઉચ્છલ, તાપી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other