તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

Contact News Publisher

સરકારી નાણાની સઘન વસુલાત કરવા તાકીદ કરતા જિલ્લા કલેકટરશ્રી એચ.કે. વઢવાણિયા
……………….
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.૧૮: તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજરોજ જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઇ હતી.
બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરશ્રી વઢવાણીયાએ આગામી દિવસોમા યોજનાર વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા સૌ અધિકારીઓને જણાવ્યું હતું કે, તાપી જિલ્લા તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો સફળતા પુર્વક અયોજન કર્યું છે અને સુપેરે પાર પાડ્યા છે. આ મુજબ જ આગામી દિવસોના કાર્યક્રમો માટે આયોજન થાય તે જરૂરી છે. વધુમાં તેમણે આર્ટ ઓફ લીવીંગ દ્વારા વ્યારાના દક્ષિણાપથ ગ્રામ સેવાસમાજ ગ્રાઉન્ડ ખાતે ૨૦ જુન સુધી નિઃશૂલ્ક યોગા સેશનનો લાભ લેવા તથા આગામી ૨૧ જૂને “વિશ્વ યોગ દિવસ”નો જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પરિવાર સહિત ભાગ લેવા ખાસ અનુરોધ કર્યો હતો. અંતે તેમણે તમામ સરકારી કર્મચારી નિવૃત થાય તેના પ્રોવિઝનલ પેન્શન સમયસર મળે તેની તકેદારી રાખવા તથા સરકારી નાણાની સઘન વસુલાત કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં નાગરિક અધિકાર પત્રો, ખાતાકીય તપાસના કેસો, તકેદારી આયોગ તરફથી મળેલી અરજીઓ, સરકારી નાણાની વસુલાત, એ.જી.ઓડીટ બાકી પેરાની માહિતી, કચેરીમાં આવતા પડતર કાગળોની સ્થિતી, પેન્શન કેસો અંગે વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત બી.એસ.આઇ સુરત ઝોનના ડાયરેક્ટરશ્રી સંજયકુમાર સિંહ દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી સરકારી કામકાજમાં ટેન્ડર ઇસ્યુ કરતી વખતે ધ્યાન રાખવાની બાબતો અંગે વિસ્તૃત માહિતી આપતા લાઇસન્સીંગ, આઇએસઆઇ માર્ક, હોલ માર્ક, પ્રોડક્ટની ગુણવત્તાની ચકાસણીની રીતો, સ્ટાન્ડર્ડ માર્કોનો વિવિધ કંપનીઓ દ્વારા દુરઉપયોગ અંગે જાણકારી સહિત ટેન્ડરીંગના જરૂરી મુદ્દાઓ અંગે જાણકારી આપી હતી.

સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવીએ કર્યુ હતું. બેઠકમાં માર્ગ મકાનના કા.પા.ઇ મનિષ પટેલ, પ્રાંત અધિકારી નિઝર જયકુમાર, પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી સાગરભાઈ મોવાલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other