ડાંગ જિલ્લામાં વરસાદી માહોલમાં પુર્ણા નદીનાં વહેણમાં ખાતળ ગામનો વૃદ્ધ ડૂબીને મોતને ભેટ્યો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શુક્રવારે છૂટો છવાયો વરસાદ પડતા સમગ્ર પંથકોમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી.

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાનાં ઋતુનું આગમન થઈ ગયુ છે.હાલમાં ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ તો અમુક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બુધ અને ગુરુવારે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ખાતળ અને માછળી સહિત ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ વરસતા આ વિસ્તારને જોડતી પુર્ણા નદીનાં વહેણ તેજ બન્યા હતા.ગુરુવારે મોડી સાંજે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ખાતળ ગામનાં રાયલ્યાભાઈ જાનુભાઈ પવાર.ઉ.60 તથા તેની પત્ની નાયજીબેન પવારનાઓ તેમના પાડા શોધવા માટે જંગલમાં ગયા હતા.તે વખતે વૃદ્ધ ઈસમ નામે રાયલ્યાભાઈ જાનુભાઈ પવાર ખોપરીઆંબા ગામનાં ફાટક પાસે પરટી નામે ઓળખાતી જગ્યાએ પુર્ણા નદીમાં ઉતરી બીજા કિનારે જતા હતા.તે વેળાએ ઉપરવાસમાં વરસેલ વરસાદનાં પગલે આ વૃદ્ધ નદીનાં તેજ વહેણમાં ડૂબીને મોતને ભેટતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બનાવની જાણ વઘઇ પોલીસની ટીમને થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા. હાલમાં વઘઇ પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી પીએમ માટે વઘઇ સી.એચ.સી ખાતે ખસેડી વધુ તજવીજ હાથ ધરી છે.જ્યારે આજરોજ શુક્રવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા,વઘઇ,સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં વીજળીનાં કડાકા ભડાકામાં છૂટોછવાયો વરસાદ પડતા આંતરીક માર્ગો સહિત જાહેરમાર્ગો પાણીથી તરબતર થયા હતા.જેમાં શુક્રવારે ગિરિમથક સાપુતારા ખાતે પણ વીજળીનાં કડાકા ભડાકામાં છૂટોછવાયો વરસાદ નોંધાતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓએ વરસાદી માહોલની મઝા માણી ધન્યતા અનુભવી હતી..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other