આવતીકાલ તા.19ના રોજ પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ના આવતા ધરણા અંગેનો કાર્યક્રમ : જીલ્લા સેવા સદન તાપી-વ્યારાના મુખ્ય ગેટ સામે સવારે 11:00 કલાકે ધરણા યોજાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): આંદોલન અંગેનો આદેશ આથી પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓને ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા આદેશ આપવામાં આવે છે કે તા . ૨૭-૦૨-૨૦૧૯ અને તા . ૨૫-૧૨-૨૦૧૯ તથા તા . ૨૫-૧-૨૦૨૧ એમ ત્રણ – ત્રણ આંદોલન વખતના સમાધાન મુજબ કાર્યવાહી ન થતા તા . ૨૮-૩-૨૦૨૨ થી અસહકારના આંદોલનના ભાગ રૂપે “ કામગીરી ચાલુ રિપોટીંગ બંધ ’ ’ ના આદેશ બાદ તા . ૧૩-૬-૨૦૨૨ના રોજ અધિક મુખ્ય સચિવશ્રી ( આરોગ્ય ) સાથેની બેઠકમાં કોઈ ઠોસ પરિણામ ના આવતા ના છુટકે નામદાર સરકારશ્રી સામે મહાસંઘને આંદોલન અંગેના જડબેસાલક કાર્યક્રમો આપવાની કડવી ફરજ પડેલ છે . જેથી પરિણામલક્ષી ધ્યેય પ્રાપ્ત કરવા નીચે મુજબના ઉગ્ર લડતના કાર્યક્રમો જાહેર કરવામાં આવે છે . જેનો પંચાયત સેવા હેઠળના મ.પ.હે.વ , ફિ.હે.વ , મ.પ.હે.સુ , ફિ.હે.સુ , લેબોરેટરી ટેકનીશ્યન , ફાર્માસીસ્ટ , અને સ્ટાફ નર્સ જેવા રાજયના તમામ આરોગ્ય કર્મચારીઓને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે.
આંદોલન કાર્યક્રમો
( ૧ ) બીજો આદેશ ન મળે ત્યાં સુધી “ કામગીરી ચાલુ અને રીપોટીંગ બંધ ’ ’ નો આદેશ યથાવત રહેશે.
( ૨ ) તા . ૧૯-૦૬-૨૦૨૨ના રોજ જિલ્લા કક્ષાએ પરિવાર સાથે સવારે ૧૧-૦૦ થી ૨-૦૦ કલાક સુધી ધરણા અંગેના કાર્યક્રમો યોજવા.
( ૩ ) તા . ૨૭-૦૬-૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ થી ૨-૦૦ કલાક સુધી ગાઘીનગર અને ઉત્તર ઝોનના આરોગ્ય કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી સેકટર -૬ , ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ કરશે.
( ૪ ) તા . ૩૦-૦૬-૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ થી ૨-૦૦ કલાક સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના આરોગ્ય કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી સેકટ૨-૬ , ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ કરશે.
( ૫ ) તા . ૦૪-૦૭-૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ થી ૨-૦૦ કલાક સુધી દક્ષિણ અને મધ્ય ઝોનના આરોગ્ય કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી સેકટ૨-૬ , ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ કરશે.
( ૬ ) જરૂર જણાય તો આકસ્મિક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.