સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકની 113મી વર્ષગાંઠની સોનગઢ ઉચ્છલની 6 શાખાઓમા ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકએ ૧૧૩ વર્ષ પૂર્ણ કરી 114 માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો,જે પ્રસંગે બેન્કના શ્રી ડિરેકટર જીગ્નેશભાઈ દોણવાળાની વિશેષ ઉપસ્થિતિમાં સોનગઢ ઉકાઈ સીંગપુર બંદરપાડા ચલ અને બોરદા બ્રાન્ચમા ભવ્ય ઉજવણી કરવામાં.
સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંક એ સહકારી ક્ષેત્રની જીવાદોરી સમાન બેંક ગણાય છે, દક્ષિણ ગુજરાત અને એમાં પણ ખાસ કરીને સુરત તાપી જિલ્લામાં દૂધ મંડળીઓ, જંગલ સહકારી મંડળીઓ, ખેતીવાડી મંડળીઓ સાથે સિંચાઈ મંડળીઓ ના વિકાસ માં આ બેંક નો ફાળો રહ્યો છે. તાપી જિલ્લા જેવા વિસ્તારમાં આદિવાસી સમાજના વિકાસ માટે નફાના નહીં પરંતુ સેવાના ઉદ્દેશ્યથી આ બેંક વર્ષોથી કાર્ય કરી રહી છે. જેમાં વાત કરીએ સોનગઢ બ્રાંચની તો નારણકાકા પૂર્વ ધારાસભ્ય હતા તેમના પ્રયત્નોથી આ વિસ્તારમાં અનેક લોકોના અને મંડળીઓના વિકાસમાં યોગદાન આપ્યું. આદિવાસી સમાજના છેલ્લામાં છેલ્લા વ્યક્તિને બેંકની સુવિધાઓ મળી રહે તે માટે દરેક દ્વારા મોબાઇલ બેન્કિંગ વાન ની સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી. હજારો લોકોના દૂધ મંડળી ના પૈસા નો વ્યવહાર કરવામાં આવ્યો જેના થકી હજારો પરીવાર સમૃદ્ધ પણ થયા. આદિવાસી સમાજને નાની-નાની આપણો આ બેંકમાં જમા છે જેના થકી આદિવાસી સમાજનો ઝડપભેર વિકાસ પણ થયો. આજરોજ બેંકની 113 મી વર્ષગાંઠ નિમિત્તે સોનગઢ ઉચ્છલ સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ડિરેક્ટર જીગ્નેશભાઈ દોણવાળા અધુરી ખોટી માહિતી મળી છે અને વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી સમાજના સહકારી આગેવાન એવા અરવિંદભાઈ ગામીત, સુમુલ ડેરીના ડિરેક્ટર અને પૂર્વ મંત્રી કાંતિભાઇ ગામીત, ભાજપા તાલુકા સંગઠન પ્રમુખ દામજીભાઈ ગામ તથા સહકારી જંગલ મંડળી દૂધ મંડળી ના પ્રમુખ મંત્રીઓની ઉપસ્થિતિમાં સંખ્યામાં ઉપસ્થિત અલગ-અલગ સરપંચો ની હાજરીમાં બેંક ની વર્ષગાંઠ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં બેન્કના મેનેજર સાથે અનેક કર્મચારીઓ પણ જોડાયા. બેંકના માં આવતા ગ્રાહકોને પણ આ પ્રસંગે વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સોનગઢ,ઉકાઈ, બોરદા,શિંગપુર,બંધરપાડા, ઉચ્છલ એમ કુલ છ બ્રાંચમાં બેંકના વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી અને બેંક સતત આ વિસ્તારના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા એવી આશા વ્યક્ત કરવામાં આવી. આ પ્રસંગે બેંકના ડિરેક્ટર જીગ્નેશભાઈ દોણવાળા એ ઉપસ્થિત તમામ મહેમાનો અને બેંકની સફળતામાં યોગદાન આપનાર કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો .