આવતીકાલ તા. 14મીએ વ્યારા સ્થિત દક્ષિણાપથ ગ્રામ સેવા સમાજ ગ્રાઉન્ડ ખાતે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન કાર્યક્ર્મ યોજાશે
જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારિઓ સાથે બેઠક યોજાઇ
……………
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા:૧૩ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે તા. ૧૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૦ કલાકે વ્યારા સ્થિત દક્ષિણાપથ ગ્રામ સેવા સમાજ ગ્રાઉન્ડ ખાતે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન કાર્યક્ર્મ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવા અંગેના તથા પ્રચાર પ્રસાર કરવા માટે કાર્યક્રમ ર્યોજાનાર છે. તાપી જિલ્લામાં આ કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી કાપડિયાની ઉપસ્થિતીમાં જરૂરી માર્ગદર્શન અને સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી.
તાપી જિલ્લાનો આ કાર્યક્રમ વ્યારા સ્થિત દક્ષિણાપથ ગ્રામ સેવા સમાજ ગ્રાઉન્ડ ખાતે કૃષિ, ઉર્જા પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને સવારે ૧૦ કલાકે યોજશે. જેમાં સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા, પ્રદેશ પ્રમુખશ્રી હર્ષદભાઇ વસાવા, વ્યારા નગર પાલિકા પ્રમુખશ્રી સેજલબેન રાણા, સર્વ ધારાસભ્યશ્રીઓ મોહનભાઇ ઢોડિયા, પુનાજીભાઇ ગામિત, આનંદભાઇ ચૌધરી, સુનિલભાઇ ગામિત, તથ સંગઠન પ્રમુખ ડૉ.જયરામભાઇ ગામીત, જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયા, તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડિયા સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહશે.
આ કાર્યક્રમમાં સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન કાર્યક્ર્મમાં કેન્દ્ર સરકારની મુખ્ય ૧૩ યોજનાઓ દીઠ તાપી જિલ્લાના વિવિધ યોજનાના લાભાર્થીઓ ભાગ લેશે. વિવિધ લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરશે. આ કાર્યક્રમ અન્વ્યે તમામ બાબતો અંગેની આનુષંગિક વ્યવસ્થા કરવા જિલ્લા ક્લેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ઉપસ્થિત અધિકારશ્રીઓને સુચારૂ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક ચૌધરી, અધિક નિવાસી કલેકટર આર.જેવલવી, પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓને કાર્યક્રમની રૂપરેખા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦