ડાંગનાં કલમવિહિર ગામમાં ખખડધજ રસ્તા માટે હાલાકી ભોગવતા આદિવાસી સમાજ ચૂંટણી બહિષ્કારનાં મૂડમાં
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત ડાંગ જિલ્લો જે એમના કુદરતી અને પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપુર હોઈ. અને પ્રવાસન ને વેગ આપવા સરકાર વૃક્ષો નું નિકંદન કાઢી પહોળા રસ્તા બનાવતા હોઈ. અને તેમાં પણ stautue of uniti થી સાપુતારા સુધી 1400 કરોડ નો કોરિડોર બનવાનો હોય. ત્યાં આજે ડાંગ કલમ વિહીર સહિત મોટા ભાગ નાં ગામડા નાં ગરીબ અને લાચાર લોકો ગામડા માં રસ્તા થી વંચિત છે. ડાંગ નાં અન્ય ગામો માં સારી એવી કામગિરિ હોઈ દરેક જગ્યા એ પેવર બ્લોક થી લઈ CC નાં રસ્તા ઓ જોવા મળતા હોઈ છે. જ્યાં અમુક ગામો માં પક્ષપાતી વલણ રાખી લોકો ને સારી સુવિદ્યા થી વંચિત રાખી રાજકીય કિન્નાખોરી નો સામાન્ય માણસ ભોગ બને છે. સ્થાનિક સરપંચ થી લઈને જિલ્લા પંચાયત આજે ભાજપ નાં કબજે હોઈ અને તેમાં પણ નેતાઓ આદિવાસી સમાજ નાજ હોઈ તેમ છતાં ગરીબ અને લાચાર આદિવાસી સમાજ સાથે એટલો દુર્વ્યવહાર કેમ? વિકાસ ની પરિભાષા જોવા જઈએ તો વિકાસ સૌના માટે સરખો હોવો જોઈએ. આ સરકાર આદિવાસી સમાજ ની દરકાર કરતી હોઈ જ્યારે એમના જ પધાધિકરીઓ રાજકીય કલેશ રાખી લોકો ને વંચિત રાખતા હોઈ . આ ખખડધજ રસ્તા માટે ડાંગ ના જાગૃત નાગરિકો એ RTI કરી હોઈ ની માહિતી મળેલ છે. નેતાઓ ની અણઆવડતનાં કારણે આજે ડાંગનો ભોળો આદિવાસી સમાજ વિકાસથી વંચિત રહેતો હોઈ એ કોની દેન છે ?