કુકરમુંડા ગામમાં મહામાનવ ડો.જયપાલસિંહ મુંડાજીની સર્કલ બનાવીને પ્રતિમા સ્થાપિત કરવામાં આવે એવી માંગ
6(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રુપ ગ્રામપંચાયતમાં આજરોજ આદિવાસી ટ્રાયગર સેના દ્વારા ફૂલવાડી ગ્રુપ ગ્રામપંચાયતના કુકરમુંડા ગામમાં મહામાનવ ડો.જયપાલસિંહ મુંડાજીની સર્કલ બનાવીને પ્રતિમા સ્થાપિત કરવામાં આવે એવી માંગણીઓ સાથે આવેદનપત્ર કુકરમુંડા તાલુકાના મામલદારને, કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારને અને ફૂલવાડી ગ્રુપ ગ્રામપંચાયતને સુપ્રત કરવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં લખવામાં આવેલ છે કે, ડો.જયપાલસિંહ મુંડાજી સંવિધાન(બંધારણ) સભાના સભ્ય હતા. આદિવાસી સમુદાય માટે ૫ વી ૬ ટી શેડ્યૂલ(અનુસૂચિ )કાયદો લાગુ કર્યો હતો. આદિવાસી સમુદાય માટે જળ, જંગલ, જમીન, આદિવાસી અસ્તિત્વ, સંસ્કૃતિનુ રક્ષણ કરવા માટે અને આદિવસી સમુદાયને અધિકાર મળી રહે એના માટે ડો. જયપાલસિંહ મુંડાજીની મહત્વની ભૂમિકા અને ન્યાય માટે હમેશા આગળ રહનાર ડો.જયપાલસિંહ મુંડાજીની હંમેશા આદિવાસી સમાજ યાદ કરશે. આદિવાસી સમુદાય ડો.જયપાલસિંહ મુંડાજીની ઋણી રહશે. મહામાનવ ડો.જયપાલસિંહ મુંડાજીની સર્કલ બનાવીને પ્રતિમા સ્થાપિત કરવામાં આવે, એવી અમારી માંગણી છે.
હાલમાં જોવાનું રહયું કે કુકરમુંડા ગામમાં ડો. જયપાલસિંહ મુંડાજીની સર્કલ અને પ્રતિમા બનાવીને મુકવાની પરવાનગી આપવામાં આવશે ? આવનાર સમયમાં ખબર પડશે ?