તાપી, વલસાડ, સુરત જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પાંચ ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા- ફરતા આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  પોલીસ અધિક્ષકશ્રી, તાપીએ તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના આધારે શ્રી, આર.એમ. વસૈયા , પોલીસ ઇન્સ્પેક્ટર , લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી દ્વારા એલ.સી.બી. ટીમને નાસતા – ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપવામા આવેલ હોય. જે આધારે  તા .૨૪ / ૦૪ / ૨૦૨૨ ના રોજ પો.સ.ઇ.શ્રી વાય.એસ. શિરસાઠ તથા એલ.સી.બી.ના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ તથા અ.પો.કો.રાહુલભાઇ દિગબંરભાઇ નોકરી એલ.સી.બી.તાપીને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી આધારે સોનગઢ પો.સ્ટે.મા પ્રોહી એક્ટ કલમ ૬૫ ઇ , ૮૧,૯૮ ( ૨ ) મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી નામે સંજય ઉર્ફે બટકો રાજુભાઇ મકવાણા રહે- ઘર નં -૨૨૮ , એચ.આર.પી બંગ્લોઝ સોસાયટી , રોયલ રેસિડેંસી ની સામે , નહેર રોડ કામરેજ , તા – કામરેજ જી.સુરત મુળ રહે.- નવા લોઇચડા તા.પાલીતાણા જી.ભાવનગરનાને તા , ૨૪ / ૦૪ / ૨૦૨૨ ના રોજ સોનગઢ નવા આર.ટી.ઓ. ખાતે થી પકડી પાડવામા આવેલ છે. આરોપીની પૂછપરછ દરમ્યાન તે સોનગઢ પોલીસસ્ટેશન ઉપરાંત વલસાડ તથા સુરત ગ્રામ્ય જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમા નોંધાયેલ નીચે જણાવ્યા મુજબના પ્રોહીબીશનના ગુનાઓમા સંડોવાયેલ હોવાનુ અને નાસતો ફરતો હોવાનું જાણવા મળેલ જે બાબતે સબંધિત પો.સ્ટે.નો સપર્ક કરી ખાત્રી તપાસ કરતા આરોપી સંજય ઉર્ફે બટકો રાજુભાઇ મકવાણાનો છેલ્લા ચારેક વર્ષથી પાંચેક ગુનાઓમા નાસતો ફરતો હોય જેથી આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ- ૪૧ ( ૧ ) આઇ મુજબની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પો.સ્ટે.ને સોંપેલ છે.

વોન્ટેડ આરોપી વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓની વિગત :

( ૧ ) સોનગઢ પો.સ્ટે .૧૧૮૨૪૦૦૪૨૧૦૬૮૩ / ૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫ ઇ , ૮૧,૯૮ ( ૨ )

( ૨ ) વલસાડ રૂરલ પો.સ્ટે ગુ.ર.નં. ૦૦૨૮/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫ એઇ , ૮૧,૯૮ ( ૨ )

( ૩ ) પલસાણા પો.સ્ટે . ગુ.ર.નં .૫૨૭ / ૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫ ઇ .૮૧,૯૮ ( ૨ )

( ૪ ) બારડોલી પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૧૪૦૦૮૨૧૦૨૯૮/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫ ઇ , ૯૮ ( ૨ ) , ૮૧

( પ ) કડોદરા જી.આઇ.ડી.સી પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૨૧૪૦૨૩૨૦૦૩૫ / ૨૦૨૦ પ્રોહિ એક્ટ કલમ ૬૫૦,૮૧,૮૩,૯૮ ( ૨ )

કામગીરી કરનાર ટીમ : શ્રી, વાય.એસ. શિરસાઠ , પોલીસ સબ ઇન્સ્પેકટર, તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ તથા અ.હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ  તથા પેરોલ ફર્લો સ્કોડના અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહ દ્વારા કામગીરી કરવામા આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other