દેશી દારૂ બનાવવા માટે વપરાતા મહુડાના ફુલોની હેરાફેરી કરતા કિ.રૂ. ૨.૭૦ લાખનો મુદ્દામાલ પકડી પાડતી તાપી જિલ્લા પ્રોહી સ્કોર્ડ ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી , સુરત વિભાગ , સુરત તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી , તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર / મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને ( ૧ ) પો.ઈન્સ. આર.એમ. વસૈયા , લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી – વ્યારાએ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે આજરોજ વાય.એસ. શિરસાઠ , પો.સ.ઇ. લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી – વ્યારા પ્રોહી સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે નિઝર પો.સ્ટે . વિસ્તારમાં પ્રેટ્રોલીંગમાં નિકળેલ હતા તે દરમ્યાન અ.હે.કો.જગદીશભાઈ જોરારામ તથા એ.એસ.આઈ. અજયભાઈ દાદાભાઈને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે મૌજે વેડાપાડા બસ સ્ટેન્ડ પાસે નિઝર તરફ જતા જાહેર રોડ ઉપર તા.નિઝરથી આરોપી- ( ૧ ) કિશનભાઈ વિરજીભાઈ માવચી ઉ.વ .૩૭ રહે – લાલબારી તા.નવાપુર જિ.નંદુરબાર ( મહા ) પોતાના કબ્જામાં વગર પાસ પરમીટે દેશી દારૂ બનાવવા વેચાણ માટે મહુડાના ફુલો ભરેલ કંતાનના કોથળાઓ નંગ -૭૫ માં કુલ કિલો ગ્રામ -૩૦૦૦ કુલ કિંમત રૂપિયા ૧,૨૦,૦૦૦ / – નો મુદ્દામાલ વોન્ટેડ આરોપી નંબર- ( ર ) ની મહિન્દ્રા પીકઅપ ટેમ્પો નંબર- MH – 39 C – 9044 ની કિ.રૂ .૧,૫૦,૦૦૦ / – મળી કુલ્લે કિ.રૂ .૨,૭૦,૦૦૦ / -ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૯,૮૧,૮૩,૯૮ ( ૨ ) મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ નિઝર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :
શ્રી વાય.એસ.શિરસાઠ, પોલીસ સબ ઇન્સ્પેકટર , એલ.સી.બી. તાપી તથા પ્રોહી સ્કોર્ડ એ.એસ.આઈ. અજયભાઈ દાદાભાઈ, અ.હે.કો. જગદીશભાઈ જોરારામ, અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ , અ.હે.કો. સંદિપભાઈ સુરજીભાઈ, અ.હે.કો. સોહનભાઇ મોહનભાઇ, અ.હે.કો. જીગ્નેશભાઈ સદાશિવભાઈ, અ.પો.કો.અરૂણભાઈ ફુલસીંગભાઇ, આ.હે.કો.પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ, આ.પો.કો. જયેશભાઈ બલીરામભાઈએ કામગીરી કરેલ છે.