તાપી જિલ્લાના નિઝર તાલુકામાં એક મહિલાનાં ન્યાય માટે વલખા : તંત્ર ક્યારે જાગશે?!
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાને અડીને આવેલ મહારાષ્ટ્રના નંદુરબારમાં રહેતા કલાવતીબેન દત્તાત્રે તરવાડીના સી.ટી.સર્વે નંબર.૪૧૭ વાળી જમીન (પ્લોટ )નિઝર ગામમાં આવેલ છે. ૩૦વર્ષોથી ૪૧૭ વાળા જમીન (પ્લોટ) પર પંકજ પુરાણમલ અગ્રવાલએ ગેરકાયદેસર દબાણ કરી રહ્યાની અનેકવાર લેખિત અને મૌખિક રજુઆત નિઝર તાલુકાના સ્થાનિક અધિકારીઓને અને જિલ્લાના અધિકારીઓને કરવામાં આવેલ હતી. તારીખ :૨૫/૦૨/૨૦૨૨ના નિઝર તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સીટી સર્વે સુપ્રીન્ટેન્ડન્ટ, તલાટી અને અરજદાર પોતે હાજર રહી રૂબરૂ સ્થળ પર તપાસ કરવામાં આવી. તે તપાસમાં સીટી સર્વે નં.૪૧૭ વાળી જમીન પર હાલમાં પકંજ પુરાણમલ અગ્રવાલ ગેરકાયદેસર કબ્જો કરી લીધો હોવાના પુરાવા મળેલ. જયારે સીટી સર્વે નંબર ૪૨૦ વાળી મિલકત ઉપર હાલ પકંજ પુરાણમલ અગ્રવાલનું નામે વેચાણ દસ્તાવેજ મળેલ છે. પરંતુ પકંજ પુરાણમલ સીટી સર્વે નંબર ૪૨૦ વાળી મિલકત જમીન પર બાંધકામ કરવાના બદલે સીટી સર્વે નંબર.૪૧૭ વાળી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી હાલે પાકું મકાન બાંધકામ કરીને રહે છે. સીટી સર્વે સુપ્રીન્ટેન્ડન્ટ નિઝર, મામલતદાર નિઝર, તાલુકા વિકાસ અધિકારી નિઝર અને નિઝર ગામના ગ્રામપંચાયતના તલાટી કમ મઁત્રી એ પોતે પકંજ પુરાણમલ અગ્રવાલના વેચાણ દસ્તાવેજ થતા પ્રોપર્ટી કાર્ડ નકલ જોતા તેઓએ સીટી સર્વે નંબર.૪૨૦ વાળી મિલકત પોલ્ટ ખરેદી કરેલ હોવાના પુરાવા સામેં આવ્યા છે. અને ખરેખર સીટી સર્વે નંબર.૪૧૭ વાળી જમીન (પોલ્ટ) પર પુરાણમલ દબાણ કરી પાકું મકાન બાંધકામ કરી લીધું છે. પુરાવાઓ સ્થાનિક તંત્રએ જોઈને પણ પકંજ પુરાણમલ અગ્રવાલ પર કોઈ પગલાં લીધા નથી.
એક મહિલા ન્યાય માંગવા માટે નિઝર તાલુકાના સ્થાનિક તંત્ર પર આશા રાખે છે કે અહીં ન્યાય મળશે ? પરંતુ ગુજરાતીમાં એક કહેવત છે કે “પારકી આશા સદા નિરાશા” આ કહેવત નિઝર તાલુકાના સ્થાનિક તંત્ર પર લાગુ પડે છે ! સ્થાનિક અધિકારીઓ દ્વારા એક અરજીને મહિનો વીતી જતો હોય તો પણ ન્યાય ના મળતો હોય તો નિઝર તાલુકાના સ્થનિક તંત્ર શું કામનું ? સિટિઝન ચાર્ટ જેવું અહી ખરું કે નહી ?
પકંજ પુરાણમલ અગ્રવાલએ અને નિઝરના પંચો સાથે મળીને સરકારી દસ્તાવેજને છેડખાની કરી ૪૨૦ની જગ્યા પર ૪૧૭ કરી ખોટા દસ્તાવેજો બનાવામાં આવેલ છે. આ પુરાવા લઈ અરજદાર નિઝર પોલીસ સ્ટેશનમાં પણ લેખિત અને મૌખિક અરજી સાથે અને ખોટા દસ્તાતાવેજો બનાવવા પકંજ પુરાણમલ અગ્રવાલ, સખરામ ગુલાલ પટેલ અને ભરત ચન્દ્ર દત્તાત્રે તરવાડી પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. એવી અરજી લેખિતમાં અરજદારે નિઝર પોલીસ સ્ટેશન ખાતે કરવા માટે ગયા હતા. પરંતુ નિઝર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા અરજદારને અરજી લીધા વગર જ મોકલી આપ્યા હતા. અરજદારને પોલિસ સ્ટેશનમાં પણ જવાનો હક નથી ? શું બોલવાનો પણ અધિકાર નથી ? શું આમ નાગરિક કેસ પણ કરી શકતો નથી ? શું પોલીસ સ્ટેશનમાં આમ નાગરિક લેખિતમાં પણ અરજી કરી શકતો નથી ? અનેક પ્રશ્ન સ્થાનિક પોલીસ તંત્ર પર ઉઠે છે. ભારત દેશમાં દરેક નાગરિકોને હક મળી રહે એ માટે ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા સંવિધાનની રચના કરવામાં આવી હતી. સંવિધાનમાં ભારત દેશના તમામ નાગરિકોને હક અને અધિકાર આપવામાં આવેલ છે. પરંતુ સ્થનિક તંત્ર દ્વારા ગરીબ લોકો પર હાલમાં પણ અત્યાચાર કરવામાં આવે છે. અને ગરીબ લોકો પર ખોટા ખોટા કેસો પણ કરવામાં આવે છે. પહેલાના જમાનામાં ન્યાય માટે પંચાયત દ્વારા એક પંચસિમિતિ બનાવામાં આવતી. પંચો દ્વારા નાગરિકોને ન્યાય આપતો.
નિઝર પોલીસ સ્ટેશનમાં એક અરજદારને ન્યાય માટે ફરવું પડતું હોય અને છેવટે ન્યાયના પૂજારીઓ અરજદારની અરજી ના લેતા હોય તો સ્થાનિક તંત્ર શું કામનું ? અનેક પ્રશ્ન સ્થાનિક તંત્ર પર ઉઠે છે. નિઝર તાલુકાના સ્થાનિક સરકારીતંત્ર એટલા બધા બેફામ બન્યા છે કે તેમને ઉપરી અધિકારીઓનો પણ ભય લાગતો નથી ? શું આ ગરીબ મહિલાને ન્યાય મળશે ? કે પછી સ્થાનિક તંત્ર કુંબકર્ણની નિંદ્રામાં ઉંઘી જશે ? જે આવનાર સમયમાં ખબર પડશે.