ડાંગના કાલીબેલ ખાતે પાર તાપી લિંક યોજનાનો ભારે વિરોધ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કાલીબેલ ગામ ખાતે ડાંગ જિલ્લા આદિવાસી સમાજ ના આગેવાનો ની બેઠક યોજાય. 2021 અને 2022 કેંદ્ર નાં બજેટ માં રજુ થયેલ પાર તાપી લિંક યોજના અંતર્ગત ડાંગ નાં અસરગ્રસ્ત 75 ગામડા પૈકી 35000 પરિવારો ને અસર પહોંચતી હોય. ડાંગ નાં પ્રકૃતિ અને આદિવાસીઓ ને વ્યાપક પ્રમાણ માં નુકશાન પહોંચનાર હોઈ. અને દર વખતે વિકાસ નાં નામે આદિવાસી ઓ ને ઘરવિહોણા, જમીન વિહોણા કરનાર કેન્દ્ર સરકાર ની બિન શરતી યોજનાઓ નો વિરોધ માટે સમગ્ર ડાંગ પૈકી ગુજરાત નાં આદિવાસી સમાજ ના આગેવાનો કાલીબેલ ખાતે ભેગા થયા હતા. આદિવાસી એકતા પરિસદ અને ડાંગ જિલ્લા આદિવાસી સમાજ ના આગેવાનો ભેગા મળી આ યોજનાનો વિરોધ કર્યો હતો .સાથે સાથે ડાંગ તેમજ ધરમપુર,વાંસદા,નવસારી, તાપી તેમજ અંબાજી થી ઉમરગામ સુધી નાં વિસ્તાર નાં આદિવાસી સમાજ ના લોકો આ યોજનાનો વિરોધ કરવા સમર્થન આપ્યું હતું.અને આ સરકાર સામે લડી લેવાના મુડ છે. અગાઉ પણ નર્મદા, ઉકાઇ, SOU વેન્દાંતા, કોરિડોર જેવા ઘણા પ્રોજેક્ટો જે આદિવાસીઓ ની આદિવાસીયત ખતમ કરી છે. અને નવી યોજનાથી આદિવાસી નો ફાયદો કે નુકશાન જોયા જાણ્યા વગર પરાણે. આવી યોજના ઘુસાડી દેવામાં આવે. જેમને આદિવાસી સમાજ ને કોઈ ફાયદો નથી. અને આવનાર સમય માં પણ આદિવાસી સમાજ સંગઠીત થય કોઈ પણ સરકાર સામે લડી લેવાના મુડમાં છે.