શિશુ ગુર્જરી તથા વિદ્યા ગુર્જરી શાળાના શ્રી નવિનભાઈ પંચોલીનો વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી પૂર્વ પ્રાથમિક શાળા તથા વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા ના કેમ્પસ ડાયરેકટર માન.શ્રી નવિનભાઈ વી . પંચોલી નો આજે તા . 31/12/2021 ને શુક્રવારના રોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો.
માન.શ્રી નવિનભાઈ વી પંચોલી તા . 01/11/2014 થી તા . 31/12/2021 સુધી શાળામાં કેમ્પસ ડાયરેકટર તરીકે સાત વર્ષ સુધી શાળામાં સેવા બજાવી તા . 31/12/2021 ને શુક્રવારના રોજ સ્વૈરછીક રીતે નિવૃત્ત થયા છે . તેમનો વિદાય સમારંભ શાળા ખાતે બપોરે 12:00 કલાકે યોજવામાં આવેલ.
આ પ્રસંગે તેમને સંસ્થા તરફથી સન્માન પત્ર અને સાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવેલ . સંસ્થાના ટ્રસ્ટીશ્રી સંજયભાઈ શાહે તેમને નિવૃત્ત બાદનું સેસ જીવન સુખમય જાય અને દ્વિઘઆયુષ્ય ભોગવે તેવી શુભેચ્છા પાઠવી હતી . સંસ્થાના મંત્રી.માનશ્રી નિખિલભાઈ શાહે પણ તેમને નિવૃત્તિ બાદ સ્વસ્થ અને તંદુરસ્ત રહો અને મિત્રો અને સગા સબંઘીઓ જોડે સેસ આયુષ્ય હસતા રમતા વિતાવો એવી શુભેચ્છા પાઠવેલ . સંસ્થાના ઉપ પ્રમુખ માનશ્રી શિરિષભાઈ પ્રઘાને નવિનસરની નિયમિતતા અને કામ પ્રત્યેની નિષ્ઠા યાદ કરી તેમને શુભેચ્છા પાઠવી . શાળાના શિક્ષિકાબેન શ્રીમતી કીર્તિબેન રાઠોડ તેમજ શાળાના આચાર્યશ્રી જય વ્યાસે પણ શાળા તરફથી નિવૃત્તી બાદની શુભેચ્છા પાઠવેલ.
શ્રી નવિનભાઈ પંચોલીએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ કે શાળા શરૂ થયાને થોડાજ વર્ષો થયા છે . અને મારે અહિ સેવા આપી એક તંદુરસ્ત સંસ્થા બનાવવા મારે મદદ કરવી જોઈએ એવિ ભાવના સાથે આ સંસ્થામાં જોડાયા હતા . શાળામાં માત્ર બે કે ત્રણ વર્ષ જોડાવવાની ઈરછા સાથે આવ્યો હતો પરંતુ રમણીય વાતાવરણના કારણે મે અહિ સાત વર્ષ સેવા આપી છે . શાળાને પ્રગતીના પંથે લઈ જવાના પ્રયાસો કર્યા છે . અને આજે છેલ્લા દિવસે તેમણે શાળાને 11,000 / – રૂ નું દાન આપી પોતાના વકતવ્યને વિરામ આપેલ.
શાળાના કર્મચારીશ્રીઓએ પણ માન.શ્રી નવિનભાઈ પંચોલી સાહેબને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનીત કરેલ.
આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી માન.શ્રીમતી અરૂણાબેન શાહ , માન.શ્રી હસમુખભાઈ શાહ , માન.શ્રી કેયુરભાઈ શાહ , માન.શ્રી ચિરાગભાઈ કોઠારી , શ્રી નવિનભાઈના ઘર્મપત્ની માન.શ્રીમતી રંજનબેન પંચોલી , શ્રી નવિનભાઈના ખાસ મિત્રો પંચોલી સમાજના પ્રમુખ માન.શ્રી ભરતભાઈ પંચોલી , પંચોલી સમાજના ટ્રસ્ટી માન.શ્રી સુમનભાઈ પંચોલી , સુકેતુભાઈ દેસાઈ , તેમજ મનીષભાઈ શાહ ખાસ ઉપસ્થીત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃધ્ધિ કરી શાળાના શિક્ષિકાબહેન શ્રીમતી દર્શનાબેન ચૌઘરી ઘ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને વિરામ આપેલ.
Great content! Keep up the good work!