વિઘા ગુર્જરી પ્રાથમિક શાળા પનિયારીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપ -2021 યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિઘા ગુર્જરી પ્રાથમિક શાળા , પનિયારી માં જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી તાપી ધ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ રાષ્ટ્રીય એકતા દિવસ ” સપ્તાહની ઉજવણી અનન્વયે ગુજરાત રાજય લલિત કલા અકાદમીના ઉપક્રમે ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપ -2021 . તારીખ 27/10/2021 થી 31/10/2021 સુધિ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ વિધાર્થીઓએ વિષય અનુરૂપ સુંદર ચિત્રો દોરી પોતાની અંદર રહેલી પ્રતિભાઓ પ્રદર્શિત કરી . તા . 31/10/2021 ના રોજ કાર્યક્રમની પુર્ણાહુતી તેમજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યેજવામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી તાપીની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં શ્રીમતી અમૃતાબેન આર . ગામીત , શ્રી ચેતનભાઈ પટેલ સિનીયર કોચ તાપી . માન.શ્રી કરનભાઈ ગામીત ડી.પી.ઓ ( ડિઝાસ્ટર ) તાપી તથા સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ માન.શ્રી સંજયભાઈ શાહ , માન.શ્રી ચિરાગભાઈ કોઠારી , માન.શ્રી કેયુરભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા . જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી અમૃતાબેને પ્રસંગોચિત ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓની કલાને બિરદાવી હતી . શ્રી ચેતનભાઈ એ ‘ રાષ્ટ્રીય એકતા દિવસ ’ સપ્તાહની ઉજવણી ૭૫ અઠવાડિયા અલગ- અલગ પ્રવૃતી થનાર હોય એની માહિતી આપી તારીખ 12 માર્ચ 2021 ના રોજ દાંડીયાત્રામાં તેઓ પોતે પણ જોડાયા હતા . એ જણાવ્યું એ ગૌરવની વાત છે . ટ્રસ્ટીશ્રી સંજયભાઈ શાહે વિદ્યાર્થીઓની કલાને બિરદાવી પ્રોત્સાહિત કર્યા . શાળાના આચાર્યશ્રી જયભાઈ વ્યાસે વિદ્યાર્થીઓના ચિત્રો જોય પ્રસંશાઓ કરી અને વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં પણ આગળ વધે તથા સી.એમ.ડેસ્કબાર્ડ પર વિદ્યાર્થીઓના ચિત્રો મુકાય તેવી આશા વ્યકત કરી . કાર્યક્રમને વિરામ આપેલ .