વન પરિભ્રમણ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક તાપી જિલ્લાના આદિજાતિના યુવક-યુવતીઓ જોગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા રમત ગમત અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યના અનુસુચિત જનજાતિના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે શારિરીક ક્ષમતા વધે સાહસિક બને અને તેઓનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી, બિન વિદ્યાર્થી યુવક-યુવતિઓને સાહસિક પગપાળા વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૧૦ દિવસ માટે યોજવાનુ આયોજન કર્યુ છે.
રાજ્ય સરકારના કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે ૧૦ (દશ) દિવસનો સાહસિક પગપાળા વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ આગામી તા.૨૦ થી ૨૯ ડિસેમ્બર-૧૯ દરમિયાન યોજવામાં આવનાર છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક-યુવતિઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.
માત્ર અનુસુચિત જનજાતિના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતી કે જેઓ તા.૩૧/૧૨/૨૦૧૯ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ નીચે જણાવેલ વિગત સાથેની પોતાની અરજી www.sycd.gujarat.gov.in વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરી જેમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં,૬ પ્રથમ માળ, જિલ્લા સેવા સદન પાનવાડી,વ્યારાને તા.૧૦/૧૨/૨૦૧૯ સુધીમાં મોકલી આપવાનું રહેશે.કાર્યક્રમ દરમ્યાન નિવાસ,ભોજન કાર્યક્રમ સ્થળે આપવા-જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે.
પસંદગી પામેલ ને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તાપી(વ્યારા) મારફત જાણ કરવામાં આવશે.વધુ વિગતો માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ,વ્યારા( ૦૨૬૨૬-૨૨૧૬૨૦)/ મો.નં-૮૧૪૧૬૨૪૧૦૦ રમેશભાઇ તથા (dsotapi38@gmail.com) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.