ગ્રામોદયથી દેશ ઉદયના સંકલ્પ સાથે દક્ષિણ ગુજરાતમા દિવાળીબેન ટ્રસ્ટનો સેવાયજ્ઞ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ):  તા: ૨૭: દેશને ઉન્નત બનાવવો હોય તો ગામડાઓને સજજ કરવા પડશે, સાચુ ભારત ગામડાઓમા વસે છે, તેવુ દ્રઢપણે માનતા મહાત્મા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરતા દક્ષિણ ગુજરાતમા દિવાળીબેન ટ્રસ્ટબ એ અનોખો સેવાયજ્ઞ આદર્યો છે.

ગુજરાતના ૧૮,૦૦૦ ગામો અને તેમા વસતા ગ્રામજનો જ ગુજરાતની વાસ્તવિક છબી છે. આ ગ્રામ એકમોને વધુ સુસજ્જ, અને આત્મનિર્ભર બનાવવાનુ બીડુ બારડોલી સ્થિત દિવાળીબેન ટ્રસ્ટ એ સને ર૦૧૮ થી ઝડપી લીધુ છે.

દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓના ૪૧૬ ગામોમા સર્વાગી વિકાસની યાત્રા ‘ગ્રામોદય’ નામના પ્રોજેક્ટ દ્વારા શરૂ કરવામા આવી છે. પ્રત્યેક ગામની મૂળભુત સંસ્કૃતિને અકબંધ રાખી, અલગ અલગ પદ, પ્રકારની સેવા પ્રવૃતિઓ, જેવી કે ‘ગ્રામ મુકુર’ જેમા દર બે મહીને ગ્રામજનોના સહયોગથી ગ્રામ સફાઈ, વિશ્રામ ચોક, સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન, બાળ મહોત્સવ, મહિલા સશક્તિકરણના, બ્યુટી પાર્લર કેન્દ્રો, યુવા રોજગાર, શિક્ષણ, માસિક ધર્મ જાગૃતિ, પ્રૌઢ શિક્ષણ આદિ પ્રકલ્પોનુ સુઆયોજિત રીતે ૪૫૦૦ માનવ સેવકો દ્વારા પાર પાડવામા આવી રહી છે.

આવી જ એક વધુ કલ્યાણમયી પ્રવૃતિનો શુભારંભ તાજેતરમા થયો થયો છે. ‘આત્મનિર્ભર ગ્રામ સર્જન’ નામના કાર્યક્રમ અંતર્ગત દૈનિક પ્રસંગોમા સામુદાયિક રીતે જરૂર પડતી સાધન સામગ્રી હાથવગી હોય, તો પરતંત્રતા ને લાચારી ઘટે. ગ્રામસભા, ગણેશ ઉત્સવ, શાળા પ્રવેશોત્સવ, નવરાત્રિ કે અન્ય કોઇ શુભ પ્રસંગોમા સભા, બેઠક કે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખુરશી, મંચ, માઇક-સાઉન્ડ, સોફા, મંડપ, રસોઇ માટેના સાધનો, પાણીની મોટર-સ્ટાર્ટર આદિની સામગ્રી, જો ગામની જ માલિકીના હોય તો ભાડા બચે, અને નકામી દોડાદોડ પણ બચે.

આવા શુભ આશય સાથે, અને કાયમી મુશ્કેલીના નિવારણ અર્થે દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા ‘આત્મનિર્ભર ગ્રામ’ બનાવાની ઝુંબેશ શરૂ કરવામા આવી છે.

આ માટે ગામના સ્થાનિક અગ્રણીઓ, સરપંચ તથા વડીલોને સાથે લઈને જરૂરી ચીજ વસ્તુઓ વસાવવા માટે સોંને સાથે રાખી, જરૂરી સાધન સામગ્રીની ખરીદીમા ૭૦ % યોગદાન દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા આપવામા આવી રહ્યુ છે.

આ કાર્યક્રમમા કુલ જિલ્લા ૭ (વલસાડ, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, મહીસાગર, સુરત) ના કુલ ૯૪ લાભાર્થી ગામો પૈકી ખુરશી – ૧૭૦૦ નંગ – ૨૪ ગામમા, બાકડા – ૧૦૦ નંગ – ૫ ગામ, સાઉન્ડ સિસ્ટમ  – ૧૦ ગામ, મંડપ – ૭ ગામ, રસોઇના વાસણો – ૪૮ ગામ એનાયત કરાયા છે.
– આ કાર્યક્રમ માં દિવાલીબેન ટ્રસ્ટ ના સંયોજક ડો મુકેશભાઈ ભગત,પૂજ્ય પીપી સ્વામી,તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન રાઉત,જીલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાંવીત,બ્રાહ્મકુમારી દીદી ની ઉપસ્થિતીમાં લાભાર્થીઓ ને સાધન સામગ્રી વિતરણ કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other