વ્યારા : હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે જન જાગૃતિ શિબીરનું આયોજન કરાયું
સી એન કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ડીસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી ના માર્ગદર્શન હેઠળ women rights તથા અન્ય કાયદાકીય પાસાઓ વિષય ઉપર એક જન જાગૃતિ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ના સેક્રેટરી શ્રી એમ. ડી. પરમાર સાહેબ તથા શ્રી બી. એસ. જાદવ supritendent તેમજ તેમની ટીમ હાજર રહી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા ફૂલોના અભિવાદન કરવામાં આવી. ત્યારબાદ શ્રી બી.એચ જાદવ દ્વારા NALSA તેમજ વિનામૂલ્યે મળી રહેલ વિવિધ કાયદાકીય પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. શ્રી એમ. ડી. પરમાર દ્વારા POCSO act વિશે તેમજ મહિલાઓને લગતી અન્ય કાયદાકીય પાસાને આવરી લેતી માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર હીમા તથા પ્રવૃત્તિ સમિતિ દ્વારા પ્રિન્સિપલ ડોક્ટર જ્યોતિરાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.