જે.કે. પેપર મીલ ઉકાઇ ખાતે P5 LNG સ્ટોરેજમાં ગેસ લિકેજ અંગે મોકડ્રીલ યોજાઇ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૨૭: તાપી વહીવટી તંત્ર અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ) ૬ બટાલિયન તેમજ જે.કે.પેપર મીલ સાથે સંયુકત રીતે આજે જે.કે.પેપરમીલ ઉકાઇ ખાતે P5 LNG સ્ટોરેજ એરીયામાં ગેસ લિકેજ થવા અને આગ લાગવા અંગેની આપાત કાલિન પરિસ્થિતિને પહોંચી વળવા પુર્વ તૈયારીઓના ભાગરૂપે મોકડ્રિલનુ આયોજન જિલ્લા કલેકટર તાપી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ.
જેમાં આજરોજ જે.કે.પેપરમીલ ઉકાઇ ખાતે P5 LNG સ્ટોરેજ એરીયામાં ગેસ લિકેજ સાથે આગ લાગતા કંપનીના કર્મચારીઓ અને વર્કરોએ આ અંગેના સમાચાર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેંટ વિભાગ, ફાયર વિભાગ સોનગઢ/વ્યારા, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગને મળતા ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઇ હતી. આ અંગે જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી સોનગઢને જાણ થતા તેઓ તાત્કાલિક બનાવના સ્થળે પહોચી પરીસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ સમયે પરિસ્થિતિ વધુ ગંભીર બનતા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બનાવને કાબુમાં લેવાનેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ) ૬ બટાલિયન જરોદ વડોદરાને જાણ કરતા આસિસ્ટંટ કમાન્ડ્ન્ટ રાકેશ સિંહ ઘટ્ના સ્થળ પર પહોચી તાત્કાલિક ગેસ લીકેજમાં ઘાયલ દર્દીઓને મેડીકલ સુવિધા આપી હોસ્પિટલ ખસેડી ફાયર વિભાગ દ્વારા આગ કાબુ કરવામાં આવી હતી.
આ સાથે સંયુક્ત નિયામક, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી સુરત, ૧૦૮ મેડીકલ એમ્બ્યુલન્સ ડી.જી.વી.સી.એલ, આર.ટી.ઓ, જી.પી.સી.બી નવસારી વિભાગ તથા સ્થાનિક ઉકાઇ થર્મોલ પાવર સ્ટેશન ફાયર અને મેડીકલ સુવિધાને તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે મોકલી આપી હતી.
મોકડ્રીલ બાદ અલગ-અલગ ઓબઝવર દ્વારા રિવ્યુ કરી અને ભવિષ્યમાં આવી કોઇ ઘટના બને તો કેવી રીતે પહોંચી વળવુ તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
મોકડ્રીલના સ્થળે સોનગઢ પ્રાંત અભિષેક સિન્હા, સંયુકત નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય એસ.સી.બામણીયા, જે.કે.પેપરમીલના વાઇસ પ્રેસીડેન્ટ મુકુલ વર્મા, NDRF આસિસ્ટંટ કમાન્ડ્ન્ટ રાકેશ સિંહ, પી.આઇ. સોનગઢ, કે.કે.ગામીત, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) તાપી વ્યારા, પી.એસ.આઇ ઉકાઇ, મેડીકલ ઓફિસર પી.એચ.સી ઉકાઇ તથા જિલ્લાના અલગ અલગ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦