જવાહર નવોદય વિદ્યાલય બોરખડીમાં પ્રવેશ ફોર્મ ભરવા અંગે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત તાપી જિલામાં બોરખડી સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ( ૨૦૨૦-૨૧ ) ધો.૯ માં પ્રવેશ માટે ફક્ત ઓનલાઈન અરજીપત્રકો સ્વીકરવામાં આવશે. આ માટે www.navodaya.gov.in પર તા.૧૦-૧૨-૨૦૧૯ સુધી ફોર્મ ભરી શકાશે. આ માટે વિદ્યાર્થી ધો.૮ ચાલુ વર્ષ (૨૦૧૯-૨૦) માં તાપી/સુરત જિલ્લામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.ઓનલાઈન અરજીપત્ર ભરવા માટે કોઈ પણ પ્રકારની ફી નથી. વધુ વિગતો માટે જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ.તાપી (ફોન.નં. ૦૨૬૨૫-૨૩૩૨૮૦) આચાર્યનો સંપર્ક કરવા સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયું છે.