તાપી જિલ્લાના તમામ ગામોમાં આગામી ૩૧મી ઓક્ટોબરના રોજ સ્વચ્છતા રેલી અને જાહેર સ્થળોએ સામુહિક સફાઈ ઝુંબેશ હાથ ધરાશે
Contact News Publisher
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૬: સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ અંતર્ગત “આઝાદી કા અમૃત મહોત્સવ” અને “ક્લિન ઈન્ડિયા મુવમેન્ટ” કાર્યક્રમ હેઠળ દૈનિક સ્વચ્છતા અંગેના જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સ્વચ્છતાને કાયમી ટકાવી રાખવા આગામી તા. ૩૧/૧૦/૨૦૨૧ ના રોજ જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અંગેની પ્રતીજ્ઞા અને જાહેર સ્થળોએ સામુહિક સફાઈ ઝુંબેશ હાથ ધરી પ્લાસ્ટિક કચરો ગ્રામકક્ષાએ એકત્ર કરવામાં આવશે. તાલુકામાં એકત્ર થયેલ પ્લાસ્ટિક કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા જિલ્લા કક્ષાએ નગર પાલિકા વ્યારા, ઘન કચરા વ્યવસ્થાપન ખાતે મોકવાનું આયોજન કરવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦