સુરત-ધુલિયા રોડ પર બાજીપુરા બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર બંધ કરવા અંગે જાહેરનામું

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૫: તાપીના બાજીપુરા ખાતે સુરત ધુલિયા રોડ પર આવેલ મેજર કક્ષાના બ્રીજ પરથી ભારે વાહનોની અવર જવર બંધ કરીને આ વાહન વ્યવહાર માટે રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ માટે બાજીપુરા સુમુલ ડેરીથી સોનગઢ-સુરત એન.એચ.૫૩ હાઈવે વ્યારા તરફ જવા માટે તથા સોનગઢ-સુરત એન.એચ.૫૩ હાઈવેથી સુમુલ ડેરીથી બાજીપુરા ઈ.એચ.એસ.-૫ વાલોડ તરફ જવા માટે રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું તા.૨૩/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other