સોનગઢ પો.સ્ટે. પ્રોહીબીશનના ગુનાનો નાસતો ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી એસ.પી. રાજકુમાર સાહેબશ્રી, સુરત વિભાગ સુરત, તથા પોલીસ અધિક્ષકશ્રી, સાહેબશ્રી તાપી-વ્યારા નાઓએ તાપી જીલ્લાનાં નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપેલ હોય જે આધારે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એચ.સી.ગોહિલનાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના સ્ટાફનાં પોલીસ માણસો તા.૧૯/૧૦/૨૦૨૧ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.કો. દિગ્વિજયસિંહ કોદરસિંહને ખાનગીરાહે બાતમી મળેલ કે, સોનગઢ પો.સ્ટે. પ્રોહી એકટ કલમ. ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી નિકુંજભાઇ મહેન્દ્રભાઇ ચૌધરી રહેવાસી, અંબાચ નદી ફળીયું. તા.વાલોડ. જી.તાપી મૌજે સોનગઢ આર.ટી.ઓ. ચેક પોસ્ટ તા.સોનગઢ પાસે આવનાર હોવાની માહિતી આધારે પંચો સાથે તપાસ કરતા સદર જગ્યા ઉપરથી બાતમી હકિકત અને વર્ણનવાળો એક ઈસમ મળી આવતા તેને સોનગઢ પો.સ્ટે. પ્રોહી એકટ કલમ, ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબના ગુનાના કામે સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં એસ.ઓ.જી.તાપી ને સફળતા મળેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other