ડોક્ટરોએ પથરીના બદલે દર્દીની કિડની કાઢી : ગ્રાહક કોર્ટે આપ્યો આ આદેશ

Contact News Publisher

ખેડાના દર્દીને બાલાસિનોર હોસ્પિટલમાં પથરીના ઓપરેશન માટે લાવવામાં આવ્યો હતો. ડોકટરે પથરીના બદલે દર્દીની કિડની કાઢી નાખી હતી. આ મામલો ગુજરાત કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિએડ્રેસલ કમિશનમાં પહોંચ્યો હતો. કમિશને દર્દીના સબંધીઓને 11.23 લાખનું વળતર ચૂકવવા માટે કહ્યું છે.

આ કેસની વિગતો એમ છે કે ખેડાના વાંઘરોલી ગામના દેવેન્દ્રભાઈ રાવલને ડાબી કિડનીમાં 14 એમએમની પાથરી હોય તેના ઓપરેશન માટે બાલાસિનોરની કેએમજી જનનરલ હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ બેદરકારીથી પથરીના બદલે કિડની જ કાઢી નાખી હતી. બાદમાં દર્દીની હાલત વધુ બગડી હતી અને 4 મહિના બાદ તેનું મોત નીપજ્યું હતું.

આ કેસમાં ગ્રાહક કોર્ટે ડોક્ટરોને જવાબદાર માની ચુકાદો આપ્યો હતો કે એમ્પ્લોયર માત્ર કમિશન બાદ કરાવવા માટે જ જવાબદાર નથી હોતા પરંતુ તેમના કર્મચારીઓની બેદરકારી માટે પણ જવાબદાર હોય છે. માટે આ કેસમાં મૃતક દર્દીના સબંધીઓને દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યાથી એટલે કે વર્ષ 2012થી અત્યાર સુધીનું 7.5 ટકાના વ્યાજ સાથે વળતર ચુકવવામાં આવે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other