ગુજરાત : આવતી કાલે સરકાર કૃષિ સહાય પેકેજ કરશે જાહેર

Contact News Publisher
ગાંધીનગર : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને કારણે રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના કેટલાક જિલ્લામાં ખેતીના પાકના ભારે નુકસાન થયું હતું. સરકારે આ વિસ્તારોમાં સર્વે કરાવીને ખેડૂતોને થયેલી નુકસાનીના આંકડા મેળવીને તેમને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. સર્વેની આ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર ઉપરાંત છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલ જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આ અંગેનો અહેવાલ રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી 3 પ્રધાનોની કમિટીને સુપરત કરી દેવાયો છે. આ કમિટીએ આ અહેવાલ બાબતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા-વિચારણા કરી છે. આવતીકાલે બુધવારે યોજાનારી મંત્રીમંડળની બેઠકમાં ખેતી ક્ષેત્રે થયેલી નુકસાની બદલ અંદાજે રુપિયા ૬૫૦ થી ૭૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી સંભાવના સેવાઇ રહી છે.

ખેડૂતોને વીઘા દીઠ કેટલી સહાય ચૂકવાશે?

ખેડૂતોને SDRF ના ધારા ધોરણમાં વધારો કરી સહાય ચૂકવવા વિચારણા પણ કરવામાં આવી છે. SDRF ધારા ધોરણ પ્રમાણે વીઘા દીઠ 6,800 રૂપિયા સહાય આપવાની જોગવાઈ પણ કરાવામાં આવી હતી. જોકે, વર્તમાન રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને એક વીઘા દીઠ રૂપિયા 20,000 ચુકવવાની વિચારણા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ખેડૂતોને ખાતા દીઠ સહાય આપવા બાબતે પણ વિચારણા કરી રહી છે. જો ખાતાદીઠ સહાય આપવામાં આવે તો ખેડૂતોને ખાતા દીઠ રૂપિયા ૩૦,000 થી ૩૫,000 ની સહાય મળી શકે તેવો પણ એક અંદાજ છે.

સર્વેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરાયો છે?

રાજ્યના કૃષિ વિભાગની માહિતી એવી છે કે, સરકાર દ્વારા જે સર્વે કરાયો છે. તેમાં ખેતીની જમીન ધોવાણ સહિત ખેતી પાકના થયેલા નુકસાનનો પણ સમાવેશ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ પેકેજ જાહેર થયા બાદ દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા કરવા અંગેની પણ તૈયારી કરી લેવામાં આવી છે. સંભવના છે કે, આ નવી સરકારનો આ પ્રથમ કૃષિલક્ષી પેકેજ અંદાજે રૂપિયા ૬૫૦ થી ૭૦૦ કરોડનો હોઈ શકે છે.

25 ઓક્ટોબરથી 22 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે

25 ઓક્ટોબરથી 22 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે નુકસાન થયું છે તે સહાયતાના ધોરણે ખેડૂત ખાતેદારોના સીધાં નાણાં તેમના એકાઉન્ટમાં જમા થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. હેક્ટરે 13,000 રૂપિયા ચૂકવવામાં આવશે. બે હેક્ટર દીઠ જ થયેલા નુકશાનની આ સહાયતા ચુકવવામાં આવી શકે છે. એટલે કે, 26 હજાર રૂપિયા સીધી રીતે ખેડૂતોને ચૂકવવામાં આવશે. ચાર જિલ્લામાં અતિવૃષ્ટિ હોવાથી તેમને આ વળતર આપવામાં આવશે.

ચાર સિવાય અન્ય જિલ્લાઓમાં સહાય ચૂકવવા અંગે અત્યાર પૂરતો કોઈ નિર્ણય નહીં

ચાર જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાં કૃષિ પેકેજ આપવાને લઇને કોઇ જાહેરાત હાલ પૂરતી કરવામાં નથી આવી. માત્ર ચાર જિલ્લામાં સહાયની વાત સામે આવતા ખેડૂતોમાં પણ ક્યાંકને ક્યાંક રોષ જોવા મળ્યો છે. આ જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ.ડી.આર.એફ.ના નિયમોના આધારે આ સહાય ચુકવવામાં આવશે. આવતી કાલે રાજ્ય દ્વારા તેને લઈને સરકાર સત્તાવાર જાહેરાત કરવામાં આવશે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other