ડાંગ જિલ્લાના કાલીબેલ ખાતે ‘નશાબંધી સપ્તાહ’ની પુર્ણાહુતી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : : તા: ૧૦: સમાજને નશાની નાગચુડમાંથી છોડાવવા માટે વ્યાપક જનજાગૃતિ સાથે દ્રઢ સંકલ્પ જરૂરી છે, તેમ ‘નશાબંધી સપ્તાહ’ના પૂર્ણાહુતિ પ્રસંગે રાજ્યના નશાબંધી નિયામક શ્રી સુનિલ કુમારે જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના કાલીબેલ સ્થિત ઉત્તર બુનિયાદી આશ્રમ વિદ્યાલય ખાતે આયોજિત ‘નશાબંધી સપ્તાહ’ ની પૂર્ણાહુતિ સાથે આયોજિત વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ, વ્યાખ્યાન, અને પારિતોષિક વિતરણ કરતા નિયામકશ્રીએ નશાની આદતને કારણે સામાજિક, અને કૌટુંબિક બરબાદી નોતરતા પરિવારોના હૃદયદ્રાવક દાખલાઓમાંથી પ્રેરણા લઈ, સૌને નશામુક્ત સમાજ રચનાના કાર્યમા યોગદાન આપવાનુ આહવાન કર્યું હતુ.
આ વેળા વલસાડના નશાબંધી અધિક્ષક શ્રી જે.એસ.તન્ના, ડાંગના ઇન્ચાર્જ અધિક્ષક શ્રી ઝેડ.એફ.સિંધી, નશાબંધી નિયોજક શ્રી રાકેશ પવાર વિગેરેએ કાર્યક્રમની આનુશાંગીક વ્યવસ્થાઓ સંભાળતા સપ્તાહ દરમિયાન ના કાર્યક્રમની ફળશ્રુતિ રજૂ કરી હતી.
શાળા આચાર્ય શ્રી રમેશભાઈ પટેલ, તથા શાળા પરિવારે સહયોગીની ભૂમિકા અદા કરી, કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
દરમિયાન ‘નશાના દૈત્ય નુ દહન’ કરી ઉપસ્થિત સૌએ નશામુક્ત સમાજ નિર્માણની પ્રતિજ્ઞા પણ લીધી હતી
–