તાપી જિલ્લામાં RSS દ્વારા વિજયાદશમી ઉત્સવ નિર્મિતે પથ સંચલન યોજાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણીના ભાગરૂપે વ્યારા અને સોનગઢ નગરમાં રવિવારે સાંજે પથ સંચલન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગણવેશ ધારણ કરી સ્વયંસેવકો જોડ્યા હતા.સંચલન દરમિયાન નગરમાં ઠેર ઠેર ભગવા ધ્વજ પર પુષ્પવર્ષા કરી લોકોએ સ્વાગત કર્યું હતું. વ્યારા નગરમાં આંબાજી મંદિરેથી પથ સંચલન નીકળ્યું હતું, પરત મંદિરે ફર્યું હતું. ત્યારબાદ સભા યોજાઈ હતી જેમાં આરએસએસના વિભાગ બૌદ્ધિક પ્રમુખ રાજેશભાઈ ગાંધી, અતિથિ વ્યારા જેબી સ્કૂલના આચાર્ય નરેશભાઈ ગામીત દ્વારા દ્વારા વિજયાદશમી ઉત્સવ તથા રાષ્ટ્ર ભાવ, સંગઠન નું મહત્વ સમજાવ્યું હતું. સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સાસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. નગર સંઘચાલક નગર મહાવીરભાઈ જૈન, તાલુકા સંઘચાલક મંગુભાઈ ચૌધરી, નગર કાર્યવાહ જીગ્નેશભાઈ પાટીલ, તાલુકા કાર્યવાહ સંદિપભાઈ ચૌધરી જિલ્લા પ્રચારક સુરેશભાઈ બારોટ સહીત સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.
એજ રીતે સોનગઢ નગરમાં પણ સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાંથી પથ સંચલન નીકળ્યું હતું. નગરમાં ફરી સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં આવી સભામાં પરિવર્તિત થયું હતું. જ્યાં આરએસએસના નવસારી વિભાગના શારીરિક પ્રમુખ દેવેન્દ્રભાઈ ગાંવકર અને માધવપીઠ કાકડકૂઈ ના ટ્રસ્ટી ધનજીભાઈ ઝડફિયા દ્વારા વક્તવ્ય આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જિલ્લા કાર્યવાહ ચંદનસિંહ ગોહિલ, તાલુકા કાર્યવાહ જીતેન્દ્રસિંહ ગોહિલ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શસ્ત્રપૂજનમાં ભાગ લીધો હતો.
…………………