ગાંધી વિદ્યાપીઠ, વેડછી ખાતે શ્રી સુનિલકુમાર (IAS), નિયામકશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, ગાંધીનગરના અધ્યક્ષતામા વ્યસનમુક્તિનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી સુનિલકુમાર (IAS), નિયામકશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, ગાંધીનગર, અધિક્ષકશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, તાપી જિલ્લા દ્વારા ગુરુકૃપા સેવામાય ટ્રસ્ટ, વ્યારાના સૌજ્ન્યથી ગાંધી વિદ્યાપીઠ, વેડછી ખાતે વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ડૉ. અંજનાબેન ચૌધરીએ શ્રી સુનિલકુમાર સાહેબનું ચરખાથી સ્વાગત કરી ગાંધી વિદ્યાપીઠ વિષે સંક્ષિપ્તમાં માહિતી આપી હતી. શ્રી સુનિલકુમાર સાહેબને શ્રી યોગેશ પટેલ, તાપી જિલ્લા સંકલનકાર (એન.જી.સી.), “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર અને શ્રીમતી સુરેખાબેન પટેલ, મંત્રી ગુરુકૃપા સેવામાય ટ્રસ્ટ, વ્યારાના એ “ગુજરાતની ઔષધિય વનસ્પતિ” બૂક આપી હતી.
શ્રી સુનિલકુમાર સાહેબે એમના વકત્વમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વેડછી ના વડલા જુગતરામ દવેએ રાષ્ટ્ર નિર્માણમાં આપેલ યોગદાનને યાદ કર્યું હતું. વધુમાં જણાવ્યું કે ૨જી ઓક્ટોબર પૂજય બાપુના જ્ન્મ જયંતિ નિમિત્તે પોરબંદર ખાતે કિર્તી મંદિરમાં માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂજ્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં નશામુકિત રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આપણા ગુજરાતના પનોતાપુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં ૭૫ વર્ષ થતાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાય રહ્યો છે. વિજ્ઞાન, સમાજશાસ્ત્રી, રુઅલ ડેવલપમેન્ટ, ન્યુ આઈડિયા, પ્રાકૃતિક ઉપચારમાં યુરોપ અને અમેરિકના તમામ શ્રેષ્ઠ નિષ્ણાંતોનો સંપર્ક કરીને એક માનવમાં આ બધું સમાય જાય અને ધોતિયું પહેરીને બ્રિટિશ સામ્રાજ્યને ધ્રૂજાવે એ ગાંધીજી વિશે મેઘાણી લખે છે કે મોખરે ધપે હસી હસી, જુવાન ડોસલો એવાં હતાં ગાંધીજી. મોદી સાહેબ તમારા બધાની તાકત પર ભારતને વિશ્વ ગુરૂ બનાવવા જઈ રહ્યાં છે. પરંતુ તે ત્યારેજ સંભવ છે કે સમાજ વ્યસન મુક્ત હોય ત્યારેજ બને. બધાજ પ્રશ્નોનાં જવાબ ગુગલ પાસે નથી પરંતુ વિનોબાજી તથા ગાંધીજીના પુસ્તકો અને ગીતામાં સમાયેલા છે.
ગુજરાત સરકાર નશાબંધી માટે કટિબદ્ધ છે, શૈક્ષણિક, ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સમાજને નશામુક્ત કરવા માટે આગળ આવે. શિક્ષકો વિધાર્થીઓમાં સારા સંસ્કારો, નશીલા પ્રદાર્થોથી અલિપ્ત રહે તે વિશે શીખવજો. દેશનાં નામી અનામી શહીદોએ વેડછીના વડલા જુગતરામ દવેના રચનાત્મક વિચારો દેશ પ્રત્યે પ્રેમનો નશો હતો તેવો નશો કરજો. આ સંસ્થામાંથી રાષ્ટ્ર કલ્યાણની ભાવના, સારા વિચારો તમે લઈ જશો અને સમાજને નશામુક્ત કરવામાં મદદરૂપ થશો.
આ કાર્યક્ર્મના અંતમાં અધિક્ષક- નશાબંધી અને આબકારી તાપીના શ્રી ધામેચા સાહેબે સમાજમાં સંસ્કારનું સિંચન શિક્ષકો જ કરે છે. આજે કોઈપણ સમ્માનિત વ્યકિત પરિવારના સંસ્કારોથી પણ શિક્ષકોનાં સંસ્કારો વધુ મહત્વના હોય છે. ગુજરાત સરકાર તા. ૨ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરે છે. લોકોને નશાની બદીથી દૂર રહેવા પ્રેરિત કરે છે. દારૂબંધીનાં કારણે ગુજરાત રાજ્ય કરોડોની આવક જતી કરે છે. તો પણ ગુજરાત રાજ્ય સમૃધ્ધ રાજ્ય છે.
ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્ર્મે પટેલ હેમાલી હરીશભાઇ, દ્વિતીય ક્રમે પટેલ ઝીલ નવીનભાઈ અને તૃતીય ક્રમે પટેલ કૃપાલી નટુભાઇ ને ઇનામો તથા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સંસ્થાને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધા, પોસ્ટર શો, સાહિત્ય, થેલી, માસ્ક જેવા નશાબંધી વિષયો આવરી લેવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શ્રી સુનિલકુમાર (IAS), નિયામકશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, ગાંધીનગર, શ્રી તુષાર ધામેચા, અધિક્ષકશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, તાપી જિલ્લા, શ્રી જિગ્નેશ તન્ના, અધિક્ષકશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, વલસાડ, શ્રી યોગેશ પટેલ, તાપી જિલ્લા સંકલનકાર (એન.જી.સી.), “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગર, શ્રીમતી સુરેખાબેન પટેલ, મંત્રી ગુરુકૃપા સેવામાય ટ્રસ્ટ, વ્યારા, ડૉ. અંજનાબેન ચૌધરી, ગાંધી વિદ્યાપીઠ, વેડછી અને એમનો સ્ટાફ અને વિધાર્થીઓ હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી મહેશભાઇ ગાંધી વિદ્યાપીઠ, વેડછી દ્વારા કરવામાં આવ્યું હતું.