કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા છીરમા ગામે સ્વચ્છતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી દ્વારા વ્યારા તાલુકાના છીરમા ગામે તારીખ:૦૬/૧૦/૨૦૨૧ના રોજ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત મહિલા શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છીરમા ગામના કુલ ૫૧ આદિવાસી ખેડૂત ભાઈઓ અને મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. કે.વિ.કે., વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.સી.ડી.પંડ્યાએ સ્વચ્છતા અભિયાન નું મહત્વ સમજાવી જમીન, પાણી અને કુદરતી સંપત્તિ નું જતન અને સંરક્ષણ કરવા ઉપર ભાર મૂક્યો હતો. કેન્દ્રના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી એન. સોનીએ માનવ સ્વાસ્થ્ય ઉપર ભાર મૂકતા ઉપસ્થિત સર્વેને સ્વચ્છતા અને આરોગ્ય વિશે સવિસ્તાર માહિતી આપી. કેન્દ્રના પાક ઉત્પાદન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. કે. એન. રણાએ એગ્રો વેસ્ટનો સદુપયોગ કરી કમ્પોસ્ટ ખાતર કે અળસિયાનું ખાતર બનાવવા અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં કેવીકેના પશુપાલન વિભાગના વૈજ્ઞાનિક ડૉ.જે.બી.બુટાણી, ગામના સરપંચશ્રી અને ડેરીના મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે દ્વારા સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રીઓ અને ખેડૂત મહિલાઓ દ્વારા આંગણવાડી સેન્ટર ની સફાઈ અને ગામના ફળિયાની સફાઈ કરવામાં આવી હતી.