માતા પિતાએ સાઉથ કોરીયા ખાતે અભ્યાસ અર્થે જવાની ના પાડી તો સગીર દિકરીએ ફાંસો ખાઈ લીધો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વ્યારાના આર્જવ એન્કલવ ધર નં .૮૯ / એ, ખાતે તા .૦૬ / ૧૦ / ૨૦૨૧ ના આશરે કલાક -૧૩ / ૩૦ થી ૧૬/૧૫ વાગ્યા પહેલા સ્તૃતીબેન D / 0 અનિલભાઇ હસમુખભાઇ ચૌધરી ઉ.વ .૧૭ રહેવાસી.વ્યારા આર્જવ એન્કલવ ધર નં .૮૯ / એ તા.વ્યારા સાઉથ કોરીયા ખાતે અભ્યાસ અર્થે જવાનુ કહેતી હતી પરંતુ મરણ જનાર સ્તૃતીબેનના માતા પીતાએ જણાવેલ કે , ઉમર નાની છે ત્યા સુધી અમદાવાદ ખાતે અભ્યાસ કર પછી ૧૮ વર્ષ ની ઉમર થઇ જશે તે પછી પાસપોર્ટ કઢાવી ભણવા માટે જજે તેવુ કહેલ હતુ જે બાબતે મરણ જનાર સ્તૃતીબેનને મનમા ખોટુ લાગી આવતા તેણી ઘરે એકલીજ હતી તે વખતે તેમના ઘરમાં પોતાની જાતે પ્રથમ માળે પગથીયા ચઢતા બીજા માળના દાદરા પાસે આવેલ લોખંડની એંગલ તથા બારી સાથે મોટુ દોરડાનો એક છેડો બાંધી તથા દોરડાનો બીજો છેડો પોતાના ગળામા બાધી ફાંસો ખાઇ મરણ પામલ છે. જે અંગે વ્યારા પોલીસ વધુ તપાસ કરી રહી છે.