સોનગઢના માધવનગરનાં બંધ મકાનમાંથી દોઢ લાખની ચોરી

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢના માધવનગર સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈના ઘરેથી તાળુતોડી દોઢ લાખના મત્તાની ચોરી થયાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.

પ્રાપ્ત માહિતિ મુજબ સોનગઢના માધવનગર સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત બલરામગીરી ગોસ્વામીના ઘરે ગત તા-૨૧/૧૧/૧૯ના કલાક ૨૦/૧૫ વાગેના અરસામાં બંધ દરવાજાનું કોઇ ચોર ઇસમે તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલ સ્ટીલના ગલ્લામાં મુકેલ રોકડા રૂપિયા 1,05,000/- અને તેમાં ચંદ્રકાંતભાઇના પત્નીનું તથા બહેનના મંગળસુત્ર અઢી તોલા સોનાનું કી.રૂ 35000/- તથા વીંટી નંગ 8 નંગ આશરે 3 તોલા ચાંદી કી.રૂ.10000/- તથા ઘરેણાના બીલો મળી કુલ્લે રૂપિયા 1,50,000/- મત્તાની ચોરી કરી લઇ નાશી ગયાનો બનાવ બનવા પામ્યો છે. આ અંગે ચંદ્રકાંતભાઈએ ફરિયાદ કરતા સોનગઢ પોલીસ સ્ટેશને તા. 22મી ના રોજ ચોરીનો ગુનો નોંધાયો છે. સોનગઢ પોલીસે ઇ.પી.કો. કલમ ૪૫૪,૩૮૦ મુજબ ગુનો દાખલ કર્યો છે. આ ગુનાની વધુ તપાસ સોનગઢ પોલીસ સબ ઇન્સ્પેકટર એન.ઝેડ.ભોયા કરી રહ્યાં છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *