જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા જીલ્લાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ ૨૦૨૧ પ્રોજેક્ટ માટે સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વરા તાપી ખાતે csc સ્પર્ધા સિંઘાનિયા સ્કુલ ઉકા ખાતે યોજાઈ જેમાં જુદી – જુદી શાળાના કુલ ૧૧૨ પ્રોજેક્ટો પૈકી સીનીયર ના ૬૧ અને જનીયરના ૫૧ પ્રોજેક્ટો જુદીજુદી મિ પર જુદાજુદા પાંચ વિષયો પર રજુ થયા હતા. વિજ્ઞાનઅને પ્રૌદ્યોગિકી વિભાગના નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગેસ સ્પર્ધામાં વિજ્ઞાનના જુદાજુદા વિષયો જેવા કે ઈકોસીસ્ટમ સસ્ટેનલ જીવન જીવવા માટે નિરંતર ટકાઉ જીવન નિર્વાહ માટે યોગ્ય ટેક્નોલોજી સસ્ટેનેબલ, સામજિક ક્રાંતિ, સસ્ટેનેબલ જીવન નિર્વાહ માટે પરંપરાગત જાણકારી જેવી જુદીજુદી થીમ પર જુનીયર અને સીનીયરના ૧૧૨ પ્રોજેક્ટો સાથે ૨૨૪ બાળકો અને 30 શિક્ષકો તેમજ પેટાકો ની પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ માંથી શ્રેષ્ઠ ૧૦ પ્રોજેકટો ટીમોની પસંદગી કરી સૌને ૫૦૦ રૂપિયા પુરસ્કાર એનાયત્વે કરવામાં આવ્યા તથા ભાગ લેનાર તમામ બાળસાયન્ટીસઓને પ્રમાણપત્ર પવામાં આવ્યા. ૧૧૨ પૈકી ૧૦ ટીનો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ગાંધીનગર મુકામે ભાગ લઈ તાપી જિલ્લાનું નામ રોશન કરશે. વિજેતા ટીમો જેવી કે સિંઘાનિયા કુલ કાઈના ૬, એકલવ્ય કુલ ગોડદાના ૨.પી.પી સવાણી વ્યારા ના ર એમ કુલ ૧૦ ટીમો જુદાજુદા વિષયો પર પસંદગી પામી હતી જેને જિલ્લાના લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર શ્રી કેતનભાઈ શાહ દ્વારા શુભ લાગણી અને સૌને અભિનંદન વ્યક્ત કર્યાનો સંદેશ પાઠવ્યો. કાર્યક્રમ વિષયનિષ્ણાત રેનુ મેઘરાજાની રસીક ધાણાની જગદીશચૌધરી તથા સીએસસી ના આસિસ્ટન્ટ પ્રકાશભાઈ ચૌધરી, વિજ્ઞાન પ્રચારક શીલાબેન ગામીત, રણજીતભાઈ ગામીત ખુબજ જહેનત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.