માર્ગ મરામત મહાઅભિયાન ૨૦૨૧-૨૨ : માર્ગ અને મકાન વિભાગ, તાપી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તા.૦૨ : તાપી જિલ્લામાં તા.૧/૧૦/૨૧ ના રોજ માર્ગ મરામત મહાઅભિયાન ૨૦૨૧-૨૨ અંતર્ગત તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, વ્યારા હસ્તકનાં ઉચ્છલ પેટા વિભાગ દ્વારા ઉચ્છલ- નિઝર રોડ અને અક્કલકુવા-તલોદા-શાહદા રોડ થી માર્ગ મરામતની કામગીરીની શરૂઆત કરવામાં આવી. જેમાં તારીખ ૦૧/૧૦/૨૦૨૧ થી ૧૦/૧૦/૨૦૨૧ સુધીમાં માર્ગ અને મકાન પેટા વિભાગ, ઉચ્છલ હસ્તકનાં દરેક રસ્તાઓની મરામતની કામગીરી આવરી લેવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ, તાપી કાર્યપાલક ઇજનેર મનીષ પટેલે જણાવ્યું હતું કે ૧/૧૦/૨૧ ના રોજ માર્ગ મરામતની કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જેમાં સદરહું ઉચ્છલ-નિઝર રોડ કે જેની કુલ લંબાઇ ૭૪.૪૦ કી.મી છે અને અલકુવા-તલોદા-શાહદા રોડ કે જેની કુલ લંબાઇ ૮.૮૦ કી.મી છે. ઉક્ત પૈકી ઉચ્છલ નિઝર રોડ કે જે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય ને જોડતો તેમજ તાલુકા થી તાલુકા ને જોડતો ખુબ જ અગત્યનો રસ્તો છે તેમજ ખેડૂતો માટે જીવાદોરી સમાન રસ્તો છે. સદર રસ્તાની આજુબાજુ જુવાર, શેરડી તેમજ શાકભાજી જેવી ખેતપેદાશો વિપુલ પ્રમાણમાં થાય છે. વધુમાં સદર રસ્તો ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યને જોડતો નેશનલ હાઇવે નો એકમાત્ર વૈકલ્પીક રસ્તો છે. તેમજ અલકુવા-તલોદા-શાહદા રોડ કે જે મૂળ અંકલેશ્વર – બુરહાનપુર હાઇવે તરીકે ઓળખાય છે, સદર રસ્તો ગુજરાત રાજ્યની હદમાં બે ભાગમાં વહેંચાયેલ છે, જે અલકુવા થી તલોદા વચ્ચે અને તલોદા થી શાહદા ને જોડતો રસ્તો છે. સદર રસ્તાથી ધાર્મિક સ્થળો જેવાં કે, પ્રકાશા તેમજ મધ્યપ્રદેશમાં આવેલ પ્રખ્યાત જ્યોતિર્લીંગ ઉજ્જૈન જઇ શકાય છે. સદર રસ્તો વ્યાપારીક, ઔદ્યોગીક તેમજ ખેતપેદાશો ના આવા ગમન માટે પણ ખુબ જ અગત્યનો છે.
આમ, તારીખ ૧૦/૧૦/૨૦૨૧ સુધીમાં તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગનાં રાજ્ય ધોરીમાર્ગોના મરામતની કામગીરી પૂર્ણ થતાં વાહન વ્યવહાર માટે સરળ બની રહેશે.
તા. ૧/૧૦/૨૧ ના રોજ તાપી જિલ્લામાં માર્ગ મરામત મહાઅભિયાન ૨૦૨૦-૨૧ અંતર્ગત તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, વ્યારા ધ્વારા વ્યારા ભેંસકાતરી રોડથી મરામતની શરૂઆત કરાયેલ હતી. કાર્યપાલક ઈજનેર મનીષ પટેલે જણાવ્યું હતું કે તા. ૦૧/૧૦/૨૦૨૧ થી ૧૦/૧૦/૨૦૨૧ સુધીમાં માર્ગ અને મકાન વિભાગ તાપી હસ્તકના દરેક રસ્તાઓની મરામતની કામગીરી આવરી લેવાશે. માર્ગ અને મકાન વિભાગ તાપી ધ્વારા આજરોજ મરામતની કામગીરી શરૂ કરાયેલ સદર વ્યારા ભેંસકાતરી રોડ ૨૪.૬૦ કિ.મી. કુલ લંબાઈ છે. સદરહુ રસ્તો ડાંગ જિલ્લો અને તાપી જિલ્લાને જોડતો મુખ્ય રસ્તો છે તેમજ આજુબાજુનાં ગામડાઓને પણ જોડતો મહત્વનો રસ્તો છે. સદરહુ રસ્તાની આજુબાજુ શેરડી, ડાંગર, શાકભાજી ખેતી પેદાશ ખુબ જ થાય છે અને સદર રસ્તો તાપી તથા ડાંગ જિલ્લાના મુખ્ય માર્કેટને જોડતો અગત્યનો રસ્તો છે. સદર રસ્તાથી બંને જિલ્લાઓની શિક્ષણ સંસ્થાઓ, કોલેજો, જિલ્લા કક્ષાનાં આરોગ્ય મથકોએ અવરજવર માટે ખુબજ ઉપયોગી છે સદર રસ્તા પર પર્યટન સ્થળો જેવા કે, આંબાપાણી ઈકો-ટુરીઝમ, ચીમેર આવેલ છે તેમજ સાપુતારા, સબરીધામ, ગીરાધોધ જવા માટે અગત્યનો રસ્તો છે. સદર રસ્તા પર પવિત્ર ધાર્મિક સ્થળો જેવા કે, બાલપુર કર્દમેશ્વર મહાદેવ મંદિર, સાંઈ મંદિર, માયાદેવી જેવા સ્થળો આવેલ છે.
આમ, તારીખ ૧૦/૧૦/૨૦૨૧ સુધીમાં તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગના રાજય ધોરીમાર્ગોની મરામતની કામગીરી પૂર્ણ થતાં વાહન વ્યવહાર માટે સરળ બની જશે..