સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પચાસ કિમીની સાઈકલ યાત્રા સહ બાપુને શ્રદ્ધાંજલિ સ્વરૂપે યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આઝાદી ના અમૃત મહોત્સવ અને બાપુ તેમજ સાદગીના પ્રતીક લાલ બહાદુર શાસ્ત્રી જી નીજન્મ જયંતિ નિમિત્તે ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સમગ્ર દેશ ક્ષેત્રે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પચાસ કિમી ની સાઈકલ યાત્રા સહ બાપુને શ્રદ્ધાંજલિ સ્વરૂપે યોજાઈ. ટીમના તમામ સાઈકલ વીરો નરેશ નાયક અને ધર્મેશ ગાંધી ના નેતૃત્વ હેઠળ સમગ્ર સલામતી સહ વલસાડ થી મીઠા સત્યાગ્રહ સ્મારક ની યાત્રામાં જોતરાયા. સવારના સમયે અંધારું હોય આ યાત્રા બીલીમોરા નજીક મા અંબિકા ના સાનિધ્ય સુધી પહોંચી.ત્યાંથી પરત ફરતા સૌ ધરાસણા સ્મારક ભેગા થયા. આ પ્રસંગે ટીમ નાયક કાકા એ મીઠા સત્યાગ્રહ અને આઝાદીની અહિંસક ચળવળ વિશે વિસ્તૃત રજૂઆત કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે ટીમના એક્ટિવ રનર અને રાઇડર અશ્વિન ટંડેલ એ જણાવ્યું કે આજ રોજ આ સ્થળે જિલ્લા કક્ષાના કાર્યક્રમ મા જિલ્લાના અધિકારીઓ અને ગામલોકો સહભાગી થયા. ધ્વજ વંદન કરી ગાંધી ગીતો તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ થયો. શુભ સંકલ્પો થયા. દરરોજ દશ મિનિટ પોતાની આસપાસ સફાઈ કામ કરીએ નો પ્રણ લેવામાં આવ્યો.
કેટલાય આંદોલન કરનાર લોકોના યોગદાન થી મળેલ આ મહામૂલી આઝાદી ના વારસા ને આપણે નૈતિક પણે નિભાવીએ.સ્વદેશી ચીજો અપનાવીએ, ખાદી ગ્રામ ઉદ્યોગ ને ઉત્તેજન આપીએ. વોકલ ફોર લોકલ ને પ્રાધાન્ય આપીએ. દેશને સલામત અને અગ્રિમ રાખવા સક્ષમ બનીએ. સ્વસ્થ નાગરિકો દેશની સંપત્તિ છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બની દેશને ગૌરવવંતો બનાવીએ. બાપુના આદર્શો પર ચાલીએ. રાષ્ટ્ર ને સ્વચ્છ અને હરિયાળો રાખીએ.