તાપી : આગામી ૪થી ઓક્ટોબરે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ ભરતી મેળોઓ યોજાશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦૧: ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત તાપી જિલ્લાની આઇ.ટી.આઇ. વ્યારા દ્વારા એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઐદ્યોગિક તાલીમ સંસ્થા-વ્યારાના કુટીર ઉદ્યોગ બિલ્ડીંગ, અજીત દેસાઇ પેટ્રોલ પંપની પાછડ, જુના સુરત-ધુલીયા હાઇવે ખાતે તા.૦૪/૧૦/૨૦૨૧ના રોજ સવારે ૧૦ કલાકે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા આઇ.ટી.આઇ પાસ આઉટ કોપા, મિકેનીકલ, ઇલેક્ટ્રીશયન, ઓટો, એપ્રેન્ટીસ, ગ્રેજ્યુએટ, ફેશર ગ્રુપના ઉમેદવારો એપ્રેન્ટીસ તરીકે નોકરી-કંપનીમાં જોડાવવા ઇચ્છા ધરાવતા હોય તેઓએ તમામ પ્રમાણપત્ર સાથે સ્વખર્ચે ઉપરોક્ત સમય અને સ્થળે ઉપસ્થિત રહેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વ્યારાના આચાર્યની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦