તાપી જિલ્લાના યુવાનો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક : સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાયઝર માટે ભરતી શિબિરનું આયોજન
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦૧: ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજેન્સ સર્વિસ ઇન્ડિયા લિ.ના સહયોગથી તાપી જિલ્લાના યુવાનો માટે સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાયઝર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સિક્યોરિટી સ્કીલ કાઉન્સિલ ઇન્ડિયા લિમીડેટ- માણસા ગાંધીનગર દ્વારા આયોજિત આ કેમ્પમાં જિલ્લાના યુવાનોને સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાયઝર તરીકે નોકરી ઉત્સુક યુવાનો તા.૦૨/૧૦/૨૦૨૧ સાર્વજનિક હાઈસ્કુલ ઉચ્છલ, તા.૦૩/૦૪/૨૦૨૧ સરસ્વતી વિદ્યાલય કુકરમુંડા, તા.૦૪/૧૦/૨૦૨૧ સાર્વજનિક હાઈસ્કુલ સોનગઢ, તા.૦૫/૧૦/૨૦૨૧ સ.ગો. હાઈસ્કુલ વાલોડ, તા.૦૬/૧૦/૨૦૨૧ જે.બી. એન્ડ એસ.એ. સાર્વ. હાઈસ્કુલ વ્યારા ખાતે સમય સવારે ૧૦ થી સાંજે ૦૪ કલાક સુધી ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોવિડ-૧૯ની પરિસ્થિતીને ધ્યાને રાખી સરકારશ્રીની ગાઇડલાઇનના પાલન સાથે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વધુમાં ભરતી પાત્રતા મુજબ ૨૧ થી ૩૬ વર્ષના યુવાનો, અભ્યાસ-ધોરણ-૧૦ સુધીનો માન્ય ગણાશે. નોકરી વાંચ્છુક ઉમેદવારોએ તમામ ડોક્યુમેન્ટની નકલ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા, આધારકાર્ડ સાથે હાજર રહેવું. વધુ માહિતી માટે અજીતકુમાર પાદરીયા ફોન.૬૩૫૫૯-૪૩૧૬૫ એસ.એસ.સી.આઇ.રીજનલ ટ્રીનિંગ સેન્ટર માણસાનો સંપર્ક કરવો.
૦૦૦૦૦૦૦