સુરતના કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક આઠમાં માળેથી નીચે પટકાતા મોત

Contact News Publisher
  • સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી રેસીડેન્સીમાં આઠમા માળેથી બે વર્ષનું બાળક રમતા-રમતા નીચે પટકાયું, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ.

સુરત : સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી રેસીડેન્સીમાં આઠમાં માળે આવેલ એક ફ્લેટમાંથી બે વર્ષનું બાળક માતા-પિતાને જાણ બહાર ઘરની બહાર નીકળીને રેસીડેન્સીના બનાવવામાં આવેલ બાલકની સાથે રમતા રમતા નીચે પટકાયું હતું. જોકે 8માં માળેથી પટકાયા બાદ બાળકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયુ હતું. આ જોઈ ત્યાંના લોકો દોડી આવ્યા હતા.જોકે આ સમગ્ર કિસ્સો માતા-પિતાને ચોંકાવનારો કિસ્સો છે.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી રેસીડેન્સીમાં આઠમા માળેથી બે વર્ષનું બાળક રમતા-રમતા નીચે પટકાયું હતું જોકે આ સમગ્ર ઘટના લક્ષ્મી રેસીડેન્સી માં લાગેલ CCTV માં ક્યાં થઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ કતારગામ પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 પેહલા પણ આવી ઘટના સામે આવી ચુકી છે.

આજરોજ સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી રેસીડેન્સીમાં આઠમા માળેથી બે વર્ષનું બાળક રમતા-રમતા નીચે પટકાયું હતું આજે રીતની ઘટના આ પેહલા શહેરના લિંબાયત વિસ્તારમાં પણ બની ચુકી હતી. તે સમય દરમિયાન બાળકની માતાએ બાળકને હાથમાં મોબાઈલ આપી કાર્ટૂન ચાલુ કરી બાળકની માતા વોસરૂમ જતી રહી હતી તે સમય દરમ્યાન કાર્ટૂન જોતા ચોથા માળેથી પટકાયો હતો.અને 50 કલાક બાળકનું મૃત્યુ થયું હતું. આવી જ રીતે આજે પણ શહેરમાં ફરી પાછી આવી ઘટના સામે આવી છે. માતા-પિતાઓ પોતાના બાળક તરફ ધ્યાન ઓછુ આપતા હોય કેમ કહી શકાય છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other