મેસર્સ હિંદુસ્તાન ઝિંક લિમિટેડ, જિઆઇડીસી ડોસવાડા ના પ્રોજેક્ટનો સરકારશ્રી સાથે થયેલ MOU રદ કરવા અને લોકસુનાવણી દરમિયાન અજ્ઞાત નિર્દોષ લોકો પર થયેલ એફ.આઇ.આર. રદ કરવા બાબત રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરીને આવેદનપત્ર અપાયું

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજરોજ માજી મંત્રી કાંતિભાઈ ગામીત, જિમ્મી પટેલ , દિલીપભાઈ ગામીત સહિતના આગેવાનો દ્વારા આજે રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરીને મેસર્સ હિન્દુસ્તાન ઝિંક લિમીટેડ દ્વારા જી.આ.ડી.સી. ડોસવાડા. ખાતે ઝિંક સ્મેલ્ટર પ્લાન્ટ તેમજ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ગત સરકારે MOU કરવામાં આવેલ હતો.જે પ્રોજેક્ટ અંગે સ્થાનીક લોકોમાં રોષ છે. અને બંધારણીય કુદરતી ન્યાયના મુલ્ય વિરુધ્ધમાં હોય તેને તાત્કાલીક અસરથી રદ થવો જોઇએ. ગુજરાત રાજ્ય બંધારણની અનુસુચી- (૫) પાંચ આદિવાસી માટે રક્ષણનુ કામ કરે છે. Excluded And Excluded Partially Area છે જે કુદરતી પર્યાવરણમાં સ્ક્યુરીક એસીડ, કેડમિયમ, કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ અને કાર્સેનીક દ્રવ્યો ફેલાવનારા પ્રોજેક્ટ લાવી શકાય નહી, ગુજરાત રાજ્ય આદિવાસી બહુલક વિસ્તાર હોય તેમા આદિવાસીઓના રીત રિવાજ રુઢી તેમજ તેમની આસપાસની કુદરતી સંપત્તીનો રખરખાવ અને રક્ષણ કરવાની સત્તા પૈસા કાનુન દ્વારા ગ્રામ સભાને આપેલ છે. આ પ્રોજેક્ટથી અસરગત પામનારા ગામોની ગ્રામ સભાઓ દ્વારા તેમની પર્યવારણી અને સામાજીક માળખાને નુકશાન ન પહુચે તેથી તેનુ રક્ષણ કરવાની ગ્રામ સભાની સત્તા થકી આ પ્રોજેક્ટ રદ કરવા ઠરાવો કરેલ છે. જેની કોર્પી સામેલ છે.
પ્રર્યાવરણીય ક્લિયરન્સ બાબતે પણ ગ્રામસભાઓ દ્વારા આ ઝિંક સમેલ્ટર પ્લાન્ટને NOC પરમિશન આપવામાં આવેલ નથી. તેમજ કુદરતી સંપત્તી અને સામજીક માળખાને નુક્શાન થતુ હોઇ આ પ્રોજેક્ટ રદ કરવા ઠરાવ કરેલ છે. આદિવાસી કુળદેવી દેવલી માડી અને કાવલા કંસરી નજીકમાં હોય આવા પ્રદુષણકારી પ્રોજેક્ટ આસ્થાના સ્થળ નજીક રાખી શકાય નહી. આદીવાસી સમાજની આસ્થા સાથે જોડાયેલ પ્રશ્ન છે. ડોસવાડા જી.આઇ.ડી.સી. એ ગ્રીનઝોનમાં આવે છે. તેમજ નજીક માંજ અભ્યારણની સીમા આવેલી છે. જેથી આવા ઝેરી ગેસ અને હેવી મેટલ પ્રર્યાવરણમાં ઠાલવતા પ્રોજેક્ટ નાખી શકાય જ નહીં. આ પ્રોજેક્ટથી અસર પામનારા ગામો સંપુર્ણપણે ખેતી અને પશુપાલન પર નભે છે. જે આ ફેક્ટરીથી સિધા પ્રભાવીત થશે. અને નુક્શાન થશે.આ ગામો આદિવાસી બહુલક ગામો છે. જેમા આ કંપનીના લિધે રાજ્ય બાહરના અને બિનાઅદિવાસી લોકો આવશે જેના લિધે તેમની સંસ્ક્રુતી અને સામાજીક માળખુ તેમજ રીત રિવાજ અને રૂડી પર સીધો પ્રહાર થશે. જેને બંધારણીય રક્ષણ મળેલ છે તેનો ભંગ થશે.આ પ્રોજેક્ટ અંતર્ગત ઉકાઇ અને ડોસવાદા જળાશયો માંથી આ પ્રોજેક્ટને હજારો લિટર ક્યુસેક પાણી આપવામાં આવશે. જેનો આ કંપની ભરપુર વ્યય કરશે અને પ્રદુષીત કરશે. જ્યારે આટલુ પાણી આ અસરગ્રસ્ત આદિવાસીઓને આપવામાં આવે તો તે પોતાની જમીનમાં મબલક પાક લઇને આત્મનિર્ભર થશે.ડોક્તરોના મત અનુસાર ફેફ્સા, લિવર, અને ન્યુરોલોજીકલ બિમારીઓ વધશે. જે આદિવાસી સમાજ માટે વિનાશક છે. આવનારા સમયમાં બાળકો મંદબુધ્ધી જેવી સમસ્યાથી પિડાય શકવાની સંભાવના હોય આ પ્રોજેક્ટ રદ થવો જોઇએ.તેમજ આ પ્રોજેક્ટ અંગેની પ્રર્યાવરણીય ક્લિયરન્સ લોકસુનાવણીમાં આસપાસના તમામ ગામોનો કોરોના માહમારીના પગલે લોકસુનાવણી રદ કરવા જાણાવેલ હતું. તેમ છતાં આ લોકસુનાવણી કોરોના એપેડેમીક એક્ટના વિરુધ્ધમાં કરવામા આવી. તેમ છત્તા લોકરોષને પરીણામે મોકુફ કરવી પડી જૈનો રોષ ઠાલવવા નિર્દોષ આદિવાસીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને અંતે તેમના પર ખોટી એફ.આઇ.આર. કરવામાં આવી. આ ખોટી એફ.આઇ.આર. પણ રદ થવી જોઇએ.એવી માંગો કરવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other