પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ ઉકાઇ ડેમની મુલાકાત લીધી

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી-વ્યારા) ૩૦: રાજયના કલ્પસર અને મત્સ્યોદ્યોગ નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી આજે સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદી ઉકાઈ ડેમની મુલાકાત લઇ તાપી મૈયાની પૂજા-અર્ચના કરી હતી. મંત્રીશ્રીએ ઉકાઈ ડેમ ખાતે ઉકાઈ જળાશયમાં શ્રીફળ અર્પણ, આરતી કરી નીરના વધામણા કર્યા હતા.
મંત્રીશ્રીએ વિપુલ જળ રાશિનું પૂજન અર્ચન કરતા ધન્યતા અનુભવી હતી. પૂજા-અર્ચના કરી મંત્રીએ ઉકાઈ જળાશયની મુલાકાત લઈ સંગ્રહિત પાણીની સપાટી, છોડવામાં આવી રહેલ પાણીનો જથ્થો સહિત ડેમની ટેક્નીકલ જાણકારી મેળવી હતી. તેમણે ડેમનો કેચમેન્ટ એરિયા, પાણી છોડવાના ગેટ, ડાઉનસ્ટ્રીમ, લઘુત્તમ-મહત્તમ પાણીનું લેવલ જાળવણી, વિજ ઉત્પાદન પ્રક્રિયા સહિત વિવિધ ટેકનીકલ પાસાઓની સબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.
મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, ડેમના અધિક્ષક ઈજનેર એસ.આર.મહાકાલ, કા.પા.ઈ. જે.એમ.પટેલ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર ડો. જયરામભાઈ ગામીત અને સામાજિક આગેવાનો, પ્રતિનિધિઓ, સિંચાઈ વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મંત્રીશ્રીએ ઉકાઈ ખાતેથી શરૂ થયેલ જન આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other