મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારનાં ખોટા આદિજાતિ પ્રમાણપત્ર અંગે આદિવાસી પરિવાર ઉચ્છલ દ્વારા આવેદન પત્ર સોંપાયુ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ઉચ્છલ તાલુકા આદિવાસી પરિવાર વતી ઉચ્છલ મામલતદાર ને મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર જેઓ પાછલા ઘણા સમયથી ખોટા આદિજાતિ પ્રમાણપત્ર ને લઈને વિવાદ માં ઘેરાયેલ છે તેઓ પોતે પણ ખોટી રીતે આદિજાતિ પ્રમાણપત્ર મેળવી ને અનુસૂચિત આદિજાતિ ની બેઠક ઉપર થી ચૂંટાઈ આવેલ છે અને તે બાબત માં નામદાર ગુજરાત હાઈકોર્ટ માં ઈલેક્શન પિટિશન કેસ નંબર EP 1/2021 થી નામ. ગુજરાત હાઈકોર્ટમાં કેસ હાલમાં ચાલુ છે. મોરવા હડફ ના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારના આદિજાતિ પ્રમાણપત્ર કે જેને લઈને તેઓ વિવાદમાં ઘેરાયેલ છે તે બાબતે આપ સાહેબનુ ધ્યાન દોરીયે છીએ તે મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું.