ગુજરાત રાજય સરકારે મંત્રીપદ ફાળવ્યાં બાદ મંત્રી જીતુભાઈ ચૌધરી ડાંગનાં જન આશિર્વાદ યાત્રા થકી લોકોનાં આર્શિવાદ મેળવશે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગુજરાત ભાજપ સરકાર દ્રારા અગામી તા.2-010-2021 નાં ગુજરાત માં જન આશિર્વાદ યાત્રા નો કાર્યક્રમ નો આયોજન થયું છે આ કાર્યક્રમ માં ગુજરાતનાં દરેક જિલ્લામાં એક મંત્રીના આગેવાની માં આયોજન કરવાનું આયોજન છે. જેમાં ડાંગ જિલ્લામાં ગુજરાતનાં કલ્પસર,અને મત્સ્યોધોગ(સ્વતંત્ર હવાલો) નર્મદા જળ સંપતી અને પાણી પુરવઠા વિભાગનાં મંત્રી જીતુભાઈ ચૌધરી નાં આગેવાની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ માં 8:30 વાગે આહવા નાં ગાંધીબાગ ખાતે આવેલ મહાત્માં ગાંધીજીની પ્રતિમે પુષ્પાંજલી કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવશે જે બાદ 9:00 કલાકે આહવા ખાદી ભંડારની મુલાકાત કરવામાં આવનાર છે. 9 થી 10:30 સુધી આહવા ડાંગ દરબાર હોલ ખાતે સભાને સંબોધન કરશે ત્યાર બાદ 11:30 કલાકે બીલમાળ ખાતે તુલશીગઢ ધામની મુલાકાત કરવામાં આવશે. 12:30 કલાકે શામગહાન ખાતે કાર્યકર્તા જીતુભાઈનો સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જયાં ભોજન લીધા બાદ 13:45 કલાકે શિવારીમાળ ખાતે વૈદહી આશ્રમની મુલાકાત કરનાર છે 14:15 કલાકે સાકળપાતળ ખાતે કાર્યકર્તાઓ દ્રારા સ્વાગત કરવામાં આવનાર છે. 14:45 કલાકે વધઈ ખાતે ડાંગ જિલ્લા ભાજપનાં પુર્વ પ્રમુખ અને સામાજીક અગ્રણી ધનશ્યામભાઈની મુલાકાત કરી પરત ગાંધીનગર જવા રવાનાં થનાર છે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડાંગ જિલ્લા પ્રમુખ દશરથભાઈ પવાર, ધારાસભ્ય વિજયભાઈ પટેલ તથા મહામંત્રીઓ તથા કાર્યકર્તાઓ કર્યુ છે.