15 દિવસનાં અલ્ટીમેટમ છતાં કામગીરી નહી કરાતાં વ્યારા નગરપાલિકા ઓફિસમાં ગંદુ પાણી રેડી વિરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વ્યારા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચાર માં વારંવાર ગંદગી તેમજ ગંદાપાણીની ગટરો ઉભરાતા રહીશો દ્વારા નગરપાલિકાને જાણ કરી 15 દિવસનો અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતાં વ્યારા નગરપાલિકામાં ગંદુ પાણી રેડી વિરોધ કરવામાં આવ્યો હતો અને તાળાબંધી કરવામાં આવી હતી અને ચૂંટાયેલા નગરસેવક વિશે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વછ ભારત અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી તેની સાથે આપનો સંકલ્પ , સ્વછ , નીરોગી અને તંદુરસ્ત નગર બનાવવા નો હતો પરંતુ વ્યારાસબસે ન્યારા ના બગડા ફૂંકાતા શાસકો ભુલી ગયા ના આક્ષેપ નગર ના સ્થાનિકો મા જોવા માળિયું છે છેલ્લ 5 વર્ષ થી વોર્ડ ન. 4 વ્યારા ગટર ની સુવિધા ના હોવાથી ગટર નું પાણી રસ્તા ઉપર ઉભરાયા કરે છે તેને કારણે ઘણા રોગો જેવા કે ડેનગયું, મલેરિયા, હાથી પગ જેવા રોગો ના ભોગ બનવું પડ્યું છે તેને કારણે તાપી જિલ્લા ના વ્યારા નગર માં વ્યારા ના વોર્ડ ન.4 ની જનતાદ્વારા અવાર નવાર લેખિત ફરિયાદ કરવામાં આવતા કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ રોસે ભરાયેલા ઇસ્થાનિક દ્વારા તાળા બંધી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો નગરપાલિકાની ઓફિસ માં અને કેબિનમાં ગટર નુ ગંદુ પાણી રેડી નગરપાલિકા ની ઓફિસો ને તાળા મારી વિરોધ નોંધાવીયો હતો. અંતે ઉલ્લેખનીય છે કે નવનિયુક્ત ચૂંટાયેલા સભ્યમાં અંદરો અંદરની લડાઈમા આવનારા દિવસમા પાલિકામા કોઈ મોટુ ઉલટ ફેર થાય તે લોકમુખે ચર્ચા રહ્યુ છે.