તાપી જિલ્લાનો વરસાદ : છેલ્લા ૨૪ કલાકમાં નિઝરમાં સૌથી વધુ ૧૩૬ મી.મી વરસાદ

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) .તા.૨૯: તાપી જિલ્લામાં તારીખ ૨૯મી સપ્ટેમ્બર-૨૦૨૧ના રોજ સવારે ૬ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુકરમુન્ડામાં ૧૦૮ મી.મી વરસાદ, ડોલવણ ૪૫ મી.મી, ઉચ્છલ તાલુકામાં ૧૦૫ મી.મી, સોનગઢ તાલુકામાં ૮૦ મી.મી, વ્યારા ૪૫ મી.મી., નિઝરમાં ૧૩૬ મી.મી અને વાલોડ ૬૫ મી.મી વરસાદ નોંધાયો છે.
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન તાલુકાવાર જોઈએ તો અત્યાર સુધીમાં કુકરમુન્ડા ૮૨૧ મી.મી, ડોલવણ ૧૫૩૮ મી.મી, ઉચ્છલ ૫૭૯ મી.મી, સોનગઢ ૯૩૦ મી.મી, વ્યારા ૧૧૪૦ મી.મી., નિઝર ૫૭૯ મી.મી અને વાલોડ ૧૦૨૬ મી.મી મળી કુલ- ૬૬૧૩ મી.મી. સાથે જિલ્લામાં સરેરાશ ૯૪૫ મી.મી કુલ વરસાદ નોધાયો છે.
ઉપરાંત જિલ્લા ફલડસેલ ઉકાઇ પાસેથી મળેલ માહિતી અનુસાર આજે તા.૨૯ના રોજ ૧૮.૦૦ કલાકે ઉકાઈ ડેમની સપાટી ૩૪૧.૬૧ ફૂટ રહી છે. ડેમમાં ૨૭૬૧૬૧ ક્યુસેક પાણીની આવક સામે ૨૦૬૩૧૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other